Vaishno Devi Temple Is Giving Sehri And Iftar To Muslims Who Are In Quarantine
  • Home
  • Corona live
  • અસલી ભારત: ક્વોરન્ટાઇનમાં રહેતા મુસ્લિમોને સેહરી-ઇફ્તાર કરાવી રહ્યું છે આ પ્રખ્યાત મંદિર

અસલી ભારત: ક્વોરન્ટાઇનમાં રહેતા મુસ્લિમોને સેહરી-ઇફ્તાર કરાવી રહ્યું છે આ પ્રખ્યાત મંદિર

 | 7:28 pm IST

સાંપ્રદાયિક એકતા અને માનવતાનું ઉદાહરણ પુર પાડતા શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર રમઝાન દરમિયાન જમ્મુનાં કટરામાં ક્વોરન્ટાઇન સેન્ટરમાં રહેતા મુસ્લિમોને સહરી અને ઇફ્તારી આપી રહ્યું છે. કોરોના સંકટ દરમિયાન લગભગ 500 મુસ્લિમ કટડામાં ક્વોરન્ટાઇન છે અને દુનિયાભરનાં મુસ્લિમો માટે પવિત્ર મનાતો રમઝાન મહિનો બસ પુરો થવાનો છે.

ક્વોરન્ટાઈન સેન્ટર માટે આપી દીધું આશીર્વાદ ભવન

ક્વોરન્ટાઈન સેન્ટરમાં રહેતા મુસ્લિમો માટે શ્રી માતા વૈષ્ણોદેવીનાં આ કામની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે મંદિર કોરોના સમય દરમિયાન મુસલમાનોની મદદ કરતા 2 સમયનું ભોજન પીરસી રહ્યું છે. માર્ચમાં ભારતમાં કોરોનાનાં કેસ વધવા લાગ્યા તો પરિસ્થિતિને સમજતા મંદિરનાં બૉર્ડે આશીર્વાદ ભવનને ક્વોરન્ટાઇન સેન્ટરમાં પરીવર્તિત કર્યું હતુ.

લોકોએ કહ્યું – આ છે અસલી ભારત

શ્રાઇન બૉર્ડનાં સીઈઓ રમેશ કુમારનું કહેવું છે કે મંદિર રમઝાનનાં પવિત્ર મહિનામાં લોકોને પારંપરિક સહરી અને ઇફ્તારી આપી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રએ બીજા રાજ્યોમાં ફસાયેલા પોતાના લોકોને પરત લાવવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ પ્રમાણે જે લોકો આશીર્વાદ ભવનનાં ક્વોરન્ટાઇન સેન્ટરમાં રહી રહ્યા છે તેઓ પ્રવાસી મજૂરો છે.

લોકોને વૈષ્ણોદેવી મંદિરનું આ કાર્ય પસંદ આવી રહ્યું છે અને તેઓ આને અસલી ભારત ગણાવી રહ્યા છે. લોકોએ કહ્યું કે મુશ્કેલ સમયમાં મંદિર લોકોની મદદ કરી રહ્યું છે તે જોઇને સારું લાગ્યું.

આ વિડીયો પણ જુઓ: દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના મુક્ત બન્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન