તમારા વેલેન્ટાઇનને આપો આ ગિફ્ટ્સ, અને બનાવો દિવસને યાદગાર - Sandesh
  • Home
  • Lifestyle
  • તમારા વેલેન્ટાઇનને આપો આ ગિફ્ટ્સ, અને બનાવો દિવસને યાદગાર

તમારા વેલેન્ટાઇનને આપો આ ગિફ્ટ્સ, અને બનાવો દિવસને યાદગાર

 | 1:58 pm IST

વેલેન્ટાઇન ડેએ આપના પ્રિયપાત્રને એવી સુંદર ગિફ્ટ આપો કે આ દિવસ તેમના માટે કંઈક ખાસ બની જાય. આ વાક્ય કહેવામાં જેટલું સહેલુ છે, પાલન કરવામાં એટલું જ અઘરું છે! વર્તમાન સમયમાં અસંખ્ય વિકલ્પો અને ભાગદોડ ભરી જીવનશૈલીમાં પોતાના પ્રિયજન માટે કોઈ પરફેક્ટ ગિફ્ટની પસંદગી કરવીએ ખૂબ જ ગુંચવણ ભર્યું કામ છે. જો કે અમે તમારી આ વાતને ધ્યાનમાં લઇને લાવ્યા છીએ કેટલાક ગિફ્ટ્સ આઇડિયા…….

  • વેલેન્ટાઈન દિવસ પર તમે એક શાયરી, શેર કે પછી કવિતા લખીને તમારી ભાવનાઓને વ્યક્ત કરી શકો છો. એક ચોકલેટ બોક્સને રેડ હાર્ટ પ્રિન્ટેડ ગિફ્ટ પેપરથી પેક કરો. હવે તમે આ બોક્સની સાથે તમારી પ્રેમ કવિતાને કોઇ એવી જગ્યાએ મુકો જ્યાં તમારા સાથીને ચોક્કસરીતે નજર પડે
  • ફોટોના રૂપમાં તમારી યાદોને સજાવીને રજૂ કરવી એક ઉત્તમ ગિફ્ટ છે. તમે તમારા ખાસ પસંદગીના ફોટા લઈને તેનો એક નાનકડો આલ્બમ બનવો. જેના પર હાર્ટ શેપનુ કવર પેજ ચઢાવો. દરેક ફોટો સાથે તમે તમારા યાદગાર કમેન્ટ્સ પણ નાખી શકો છો.
  • ફ્રેશ ફુલોનો ગુલદસ્તો વેલેન્ટાઈન ડે માટે હંમેશા તાજગીભર્યુ ગિફ્ટ છે. તમે લાલ ગુલાબનો ગુલદસ્તો તૈયાર કરી તેમાં એક નકલી પ્લાસ્ટિકનુ ફૂલ પણ મુકી દો. સાથે સાથે એક સ્લોગન પણ લખી દો કે જ્યાં સુધી આ ગુલદસ્તાના બધા ફુલો નહી કરમાય ત્યાં સુધી આપણો પ્રેમ કાયમ રહેશે.
  • જો તમે અત્યાર સુધી તમારા મિત્રને ઘણા લવ મેલ્સ કે લવ લેટર્સ લખ્યા હશે તો તે બધા એકત્ર કરો. તેની પ્રિંટ કાઢીને તેને પુસ્તકના રૂપમાં આકર્ષક બાઈંડિંગ કરાવી લો. આ ગિફ્ટ આપવા બદલ તમારા સાથીના ખુશીનો અનેકગણી વધી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન