પ્રેમની અભિવ્યક્તિ પાછળ ભારતમાં વેલન્ટાઇન ડેના દિવસે થાય છે 5 અબજનો ખર્ચ, આ છે મોસ્ટ ફેવરિટ ગિફ્ટ - Sandesh
 • Home
 • India
 • પ્રેમની અભિવ્યક્તિ પાછળ ભારતમાં વેલન્ટાઇન ડેના દિવસે થાય છે 5 અબજનો ખર્ચ, આ છે મોસ્ટ ફેવરિટ ગિફ્ટ

પ્રેમની અભિવ્યક્તિ પાછળ ભારતમાં વેલન્ટાઇન ડેના દિવસે થાય છે 5 અબજનો ખર્ચ, આ છે મોસ્ટ ફેવરિટ ગિફ્ટ

 | 7:07 pm IST

ભારતમાં દર વર્ષે વેલન્ટાઇન ડેના દિવસે પાંચ અબજની રકમ પ્રેમની અભિવ્યક્તિ પાછળ ખર્ચવામાં આવે છે. જેમાં વર્કિંગ પ્રોફેશનલ્સ રૂ. 1,000થી 50,000 સુધીની રકમ ખર્ચ કરે છે જ્યારે કોલેજના વિદ્યાર્થીઓ રૂ. 500થી રૂ. 10,000નો ખર્ચો કરે છે.

સ્ત્રીઓ કરતાં પુરુષો ગિફ્ટ પાછળ વધારે પૈસા ખર્ચે છે.પુરુષો આશરે રૂ.4000નો ખર્ચ કરે છે જ્યારે સ્ત્રીઓ રૂ.2000નો ખર્ચ કરે છે. સામાન્ય દિવસ કરતાં વેલન્ટાઇન ડેના દિવસે ગુલાબના વેચાણમાં 30 ટકાનો વધારો થાય છે. વેલન્ટાઇન ડે વીકમાં બે કરોડ ગુલાબનું વેચાણ થાય છે.

જ્યારે કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીના વેચાણમાં સામાન્ય દિવસો કરતાં 20 ટકાનો વધારો થાય છે, વેલન્ટાઇન ડે વીક શરૂ થતા વાયગ્રા પિલ્સના ઓનલાઇન વેચાણમાં 26 ટકાનો વધારો થાય છે. બદલતા ટ્રેન્ડ પ્રમાણે ભારતમાં વેલટાઇન ડેના દિવસે મોબાઇલ ગિફ્ટ કરવામાં આશરે રૂ. 10,000થી 20,000નો ખર્ચ કરવામાં આવે છે. મોટાભાગના કેસમાં પ્રેમી પોતાની પ્રેમિકાને મોબાઇલ ફોન ગિફ્ટ કરે છે.

23 ટકા પુરુષો તેની ગર્લફ્રેન્ડને ગિફ્ટરૂપે જ્વેલરી આપે છે. 77 ટકા પુરુષો માને છે કે, ખાણી પીણીના બિલની ચૂકવણી પુરુષોએ કરવી જોઇએ.જ્યારે 64 ટકા મહિલાઓ માને છે કે તે બિલમાં અડધો ભાગ સ્ત્રીઓનો છે. વર્ષ 2014માં વેલન્ટાઇન ડે નિમિતે ઓનલાઇન શોપિંગનો આંકડો રૂ.16,000 કરોડ સુધી પહોંચ્યો હતો જ્યારે વર્ષ 2015માં આ આંકડો 22,000 કરોડ સુધી પહોંચ્યો હતો.

મોસ્ટ ફેવરિટ ગિફ્ટ

 • સિલ્વર કફલિંક્સ
 • સિલ્ક ટાઇ
 • લેધર બેલ્ટ
 • વોલેટ
 • કી-ચેઇન
 • જ્વેલરી
 • મોબાઇલ ફોન
 • ઘડિયાળ
 • લિંગેરી

ભારતમાંથી ગુલાબની નિકાસવર્ષ નિકાસ (અબજમાં)

2015- 17

2016- 18

2017- 19થી વધારે