Valentine's Day is strongly opposed in many countries
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • તમે ‘વેલેન્ટાઈન્સ ડે’ પર ગર્લફ્રેન્ડ સાથે ગુફ્તગુ કરી લેશો, પણ આ દેશોમાં 40 વર્ષની જેલ થઈ શકે!

તમે ‘વેલેન્ટાઈન્સ ડે’ પર ગર્લફ્રેન્ડ સાથે ગુફ્તગુ કરી લેશો, પણ આ દેશોમાં 40 વર્ષની જેલ થઈ શકે!

 | 3:20 pm IST

વિશ્વવ્યાપી : નમન મુનશી

વેલેન્ટાઈન્સ ડે પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ છે. પોતાને ગમતા કે ગમતી વ્યક્તિને વ્યક્ત કે એક્સપ્રેસ કરવાનો, પ્રપોઝ કરવાનો દિવસ, પરંતુ શું આખા વિશ્વમાં એ નિર્વિરોધ આવકાર્ય કે સ્વીકાર્ય છે ખરો? આપણે આજે વેલેન્ટાઈન્સ ડેનો વિરોધ કરનારા વિશ્વના દેશો વિશે જાણકારી મેળવીશું. આપણે માત્ર જાણકારી પ્રાપ્ત કરીશું.

સાઉદી અરેબિયામાં, પ્રેમનું જાહેરમાં પ્રદર્શન પ્રતિબંધિત છે. પુરુષો અને મહિલાઓ જાહેરમાં પ્રેમની અભિવ્યક્તિ કરે તે સામાજિક રીતે અસ્વીકાર્ય છે. ૨૦૧૨માં પાંચ વ્યક્તિઓને વેલેન્ટાઈન્સ દિવસે જાહેરમાં દારૂ પીવા તેમજ ડાન્સ કરવા માટે ૩૯ વરસની જેલ તેમજ ૪૫૦૦ ફ્ટકાની સજા કરવામાં આવી હતી. દુકાનમાલિકોને ચેતવણી આપવામાં આવે છે કે ચોકલેટ, લાલ ગુલાબ અથવા એવી કોઈપણ વસ્તુ વેચવી નહીં જે આ દિવસને ઉત્તેજન આપે. ૨૦૧૭માં પાકિસ્તાનનું નામ એવા દેશોની સૂચિમાં જોડાયું જ્યાં વેલેન્ટાઇન્સ ડે પર પ્રતિબંધ છે.

બધા દેશો ધાર્મિક કારણસર ઉજવણી સામે વાંધો ઉઠાવતા નથી. ૨૦૧૧માં રશિયન પ્રાંત બેલ્ગોરોડમાં સ્થાનિક સરકારે ‘આધ્યાત્મિક સલામતી’ નામે વેલેન્ટાઇન્સનો વિરોધ થયો હતો. આ પ્રાંતના અધિકારીઓનું કહેવું હતું કે ‘વેલેન્ટાઈન્સ ડેનું વાતાવરણ યુવાનોમાં આધ્યાત્મિક તેમજ નૈતિક મૂલ્યોનું ગઠન થવા દેતું નથી’

જોકે, જાણીને આશ્ચર્ય થાય એવી બાબત એ છે કે, યુએસએ અને યુકેમાં જ્યાં આ પરંપરા સૌથી વધુ મજબૂત છે ત્યાં પણ વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી પર પ્રતિબંધ મૂકવાનું શરૂ થયું છે. ફ્લોરિડા અને મિનેસોટાની કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓને વેલેન્ટાઇન્સ ડે પર કાર્ડ અને ભેટો લાવવાની મનાઈ ફ્રમાવી છે. શાળાઓએ સમજાવ્યું કે આ સાંસ્કૃતિક સંવેદનશીલતા છે. અન્ય કેસોમાં પ્રતિબંધ માટે પર્યાવરણને સુરક્ષિત રાખવાના પ્રયત્નોનું પણ એક કારણ અપાયું હતું અને યુકેમાં એક કિસ્સામાં, શાળાએ દાવો કર્યો હતો કે વેલેન્ટાઇન્સ ડે સાથે બાળકો ‘ભાવનાત્મક રીતે પૂરતાં પરિપક્વ નથી’.

જાપાનમાં કાકુમેઇ-ટેકી હિમોટ ડુમેઈ નામનું એક માર્ક્સવાદી જૂથ સમર્થકોને ટોકિયોના શિબુયા જિલ્લામાં આ દિવસની રજાના વિરોધ માટે કૂચ કરતું રહ્યું છે. ભારતમાં પણ કેટલાંક સંગઠનો વેલેન્ટાઇન્સ સપ્તાહમાં પ્રેમ દર્શાવવાની રીત, એ ભારતીય પરંપરાથી વિરુદ્ધ છે તેવું કહી વિરોધ કરે છે. ઇન્ડોનેશિયામાં પણ સ્થાનિક સંસ્થાઓ ઇન્ડોનેશિયન સંસ્કૃતિ અને ધાર્મિક ધોરણોનો હવાલો આપી વિરોધ પ્રગટ કરે છે. તો મલેશિયામાં કેટલાક વિવેચકો રજાને પિૃમી મૂલ્યોના અતિક્રમણ તરીકે જુએ છે, જ્યારે સમર્થકો તેને કોઈના પ્રિયજનની દરકાર કરવા માટેનું નિર્દોષ બહાનું માને છે.

થાઇલેન્ડના અધિકારીઓ કિશોર વયનાં યુગલોને વેલેન્ટાઇન્સ ડેના રજાના દિવસે મંદિરોની મુલાકાત લેવા વિનંતિ કરે છે. રોમન કેથલિક રોસ્ટર પર એક કરતાં વધારે સેન્ટ વેલેન્ટાઇન્સની નોંધણી હોવાને કારણે તમે દર વર્ષે ઘણી વખત ઉજવણી કરવાનું પસંદ કરી શકો છો. ૧૪ ફેબ્રુઆરી ઉપરાંત, તમે ૩ નવેમ્બરના રોજ સેન્ટ વેલેન્ટાઇન્સ વિટર્બોની ઉજવણી કરવાનું નક્કી કરી શકો છો અથવા ૭ જાન્યુઆરીએ રૈટીયાના સેન્ટ વેલેન્ટાઇનની પરંપરાગત વેલેન્ટાઇન ઉજવણી કરી શકો છો. મહિલાઓ ૨૫મી જુલાઈ, એ.ડી. ૩૦૮ના રોજ પેલેસ્ટાઇનમાં શહીદ થયેલી એકમાત્ર મહિલા એક કુંવારી સેન્ટ વેલેન્ટાઇનનું સન્માન કરવાનું પસંદ કરી શકે છે. પૂર્વીય રૂઢિવાદી ચર્ચ ઓફ્શ્યિલી એક વાર જુલાઈ ૬ના રોજ ચર્ચના વડીલ તરીકે અને બીજી વાર ૩૦ જુલાઈએ શહીદ તરીકે એમ બે વાર સેન્ટ વેલેન્ટાઇનની સત્તાવાર ઉજવણી કરે છે.

મોટાભાગના દેશોમાં વેલેન્ટાઈન્સ ડેનો વિરોધ સામાજિક ન્યાયસંગત નથી. મોટાભાગે તે ધર્મ કે પરંપરા પર અતિક્રમણના દિવસ તરીકે જોવાય છે પરંતુ વિરોધ છેક જ અર્તાિકક નથી. આ વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી પાછળ અમેરિકી વ્યાપારિક માનસિકતા બહુ મોટો રોલ ભજવે છે. એવું મનાય છે કે ૭૦% જેટલા અમેરિકનો આ દિવસે ચોકલેટથી માંડી મોંઘીદાટ ગિફ્ટ તેમના પ્રિયજનને આપે છે.

ભારત, સાઉદી અરેબિયા કે અન્ય દેશોમાં ધર્મના કે નૈતિકતાના આધારે થતા વિરોધને કદાચ વધુ પ્રાધાન્ય ન આપીએ પરંતુ એક વાત દરેકે દરેક દેશ ઉપરાંત યુએસ કે યુકેની સ્કૂલો પણ માને છે કે અનેક તહેવારોની જેમ વેલેન્ટાઇન્સ ડે સાથે પણ શરાબ, સેક્સ અને ડ્રગ્સનો ઉપયોગ જોડાઈ ગયો છે. (થાઈલેન્ડમાં ઘણા કિશોરો આ દિવસને તેમનું કૌમાર્યભંગ કરવાના યોગ્ય દિવસ તરીકે જુએ છે, જે કિશોરોની અપરિપક્વ માનસિકતાનું ઉદાહરણ પણ છે) થાઇલેન્ડમાં દક્ષિણપૂર્વ એશિયામાં કિશોર વયનો ગર્ભાવસ્થા દર સૌથી વધુ છે.

આજે વેલેન્ટાઇન્સ ડે જે રીતે ઊજવવામાં આવે છે, એની કલ્પના કરવી મુશ્કેલ છે કે મધ્યયુગમાં આ દિવસે રજા ધાર્મિક ઉત્સવ તરીકે શરૂ થઇ હતી. કેથલિક પરંપરામાં સંતોને તેમનો પોતાનો પવિત્ર દિવસ આપવામાં આવે છે જે દર વર્ષે તે જ તારીખે ઊજવવામાં આવે છે. સેન્ટ વેલેન્ટાઇનના કિસ્સામાં આ તારીખ ૧૪મી ફેબ્રુઆરીએ આવે છે. આ દિવસની ધાર્મિક ભાવનાઓ ખોવાઈ ગઈ છે અને હવે મલ્ટિ મિલિયન ડોલર ઉદ્યોગ થઇ ગયો છે.

દિવસના અંતે, તો આ વેલેન્ટાઈન્સ ડેના વિરોધ કે સમર્થનની બધી દલીલો વિચારધારાઓની લડાઈનો એક ભાગમાત્ર છે. વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરો કે નહીં તે અલગ મુદ્દો છે પરંતુ પ્રેમ કરવાની આપણી ક્ષમતા કે કળા સદીઓથી માણસોને જોડે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન