Valentine's Day NRI explanation to convince a girl to frighten the issue
  • Home
  • Featured
  • વેલેન્ટાઇન-ડે મનાવવા NRI સગીરાને ભગાડવા મુદ્દે મોટો ખુલાસો, જાણો ખ્રિસ્તી યુવકે કેવી રીતે ફસાવી હતી

વેલેન્ટાઇન-ડે મનાવવા NRI સગીરાને ભગાડવા મુદ્દે મોટો ખુલાસો, જાણો ખ્રિસ્તી યુવકે કેવી રીતે ફસાવી હતી

 | 10:19 pm IST

અમેરિકાથી પિતરાઇના લગ્નમાં સુરત આવેલી એનઆરઆઈ સગીરાને મુંબઇનો યુવક ભગાવી ગયો હતો. વરાછા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે પ્રેમીપંખીડાને મુંબઇ-નાલાસોપારાથી પકડી પાડયા હતા. ખ્રિસ્તી યુવકે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થકી સગીરા સાથે ફ્રેન્ડશીપ કર્યા બાદ પ્રેમજાળમાં ફસાવી સગીરાને વેલેન્ટાઇન ડે મનાવવા મુંબઇ લઇ ગયો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે અમેરિકાના ન્યુજર્સી ખાતે છેલ્લાં 10 વર્ષથી સ્થાયી થયેલા પ્રવીણભાઇ પટેલ (નામ બદલ્યું છે)નો પરિવાર સુરત શહેરમાં વરાછા ખાતે રહે છે. પ્રવીણભાઇના મોટાભાઇના દીકરાના લગ્ન હોય ગત તા.3ના રોજ તેઓ પત્ની અને 15 વર્ષની દીકરી સાથે સુરત આવ્યા હતા. અહીં તેઓ વરાછામાં માતા-પિતાના ઘરે રોકાયા હતા. ગત તા.13મીએ સાંજે તેઓ સરથાણા ખાતે દાંડિયા-રાસમાં ગયા હતા.

રાત્રે 01 વાગ્યે પ્રોગ્રામ પૂર્ણ કરી તેઓ વરાછા પરત ફર્યા હતા અને બાદમાં પરિવારના તમામ સભ્યો સૂઇ ગયા હતા. દરમિયાન 15 વર્ષની દીકરી ઘરમાંથી ભાગી ગઇ હતી. પુત્રીનો કોઇ પત્તો નહિ લાગતા ચિંતાતુર પરિવારજનોએ વરાછા પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મધરાત્રે 02 વાગ્યે સગીરા સામાન લીધા વિના જતી કેમેરામાં દેખાઇ હતી. કોઇક યુવક પ્રેમજાળમાં ફસાવી ભગાવી ગયો હોવાની આશંકાના આધારે વરાછા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો.

પોલીસે ટેક્નિકલ સર્વેલન્સનો સહારો લેતા સગીરાનું લોકેશન મુંબઇ ટ્રેસ થયું હતું, જેથી તાત્કાલિક એક ટીમને મુંબઇ મોકલી આપી હતી અને સગીરાને નાલાસોપારા ખાતેથી આશિષ ઉર્ફે એરોન વિજય ચુંજ (ઉ.વ.18, રહે- નાલાસોપારા, મુંબઇ) સાથે પકડી પાડી હતી. ખ્રિસ્તી યુવક એરોન ક્રિકેટર છે. તે છેલ્લા બે વર્ષથી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક થકી સગીરાના પરિચયમાં આવ્યો હતો અને બાદમાં આ ફ્રેન્ડશીપ પ્રેમસંબંધમાં પરિણમી હતી.

સગીરા લગ્નપ્રસંગમાં સુરત આવી હોવાની જાણ થતા જ એરોને સુરત આવી મધરાત્રે જ સગીરાને ભગાડી ગયો હતો અને વેલેન્ટાઇન ડે મનાવવા તેઓ ટ્રેન મારફતે મુંબઇ ગયા હતા. મુંબઇમાં તેઓ અલગ-અલગ વિસ્તારોમાં ફર્યા પણ હતા. વરાછા પોલીસે આશિષ ઉર્ફે એરોનની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન