વેલેન્ટાઈન ડે ઓફર - માત્ર 15,000 રૂપિયામાં ખરીદો iPhone, iPads - Sandesh
  • Home
  • Technology
  • વેલેન્ટાઈન ડે ઓફર – માત્ર 15,000 રૂપિયામાં ખરીદો iPhone, iPads

વેલેન્ટાઈન ડે ઓફર – માત્ર 15,000 રૂપિયામાં ખરીદો iPhone, iPads

 | 2:57 pm IST

વેલેન્ટાઈન ડેને હવે ગણતરીનાં દિવસો જ બાકી છે. આ ખાસ પ્રંસગએ જો તમે તમારા પાર્ટનરને એપ્પલનું ડિવાઈસ સરપ્રાઈઝ આપવા માંગતા હોય તો તમારા માટે આ સમય છે એકદમ બેસ્ટ. HDFC બેંક એપ્પ્લ iPhone અને iPadsનાં કેટલાંક મોડલ પર ડિસ્કાઉંટ આપી રહી છે.

આ ઓફર માત્ર EMI ટ્રાંજેક્શન પર ઉપલબ્ધ છે. ગ્રાહકો iPad, iPad Mini 4 અને iPad Pro પર 10,000 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે. તમને iPhone ની વાત કરીએતો iPhone 6 અને iPhone SE પર 7,000 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ઓફર 14 ફેબ્રુઆરી સુધી છે.

9.7 ઈંચ, 32GB વાળો Apple iPad અત્યારે 25,000 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે, તેવામાં 10,000 રૂપિયાના કેશબેક પછી તમને 15,000 રૂપિયામાં મળશે. તેમજ iPhone SE ની કિંમત 22,000 રૂપિયા છે, જે કેશબેક પછી તમે 15,000 રૂપિયામાં મળશે. તેવી જ રીતે iPhone 6 ને પણ તમે માત્ર 20,000 રૂપિયામાં ખરીદી શકો છો.

જો તમે આ ડિવાઈસ ઓનલાઈન ખરીદવાનું વિચારી રહ્યા હોય તો એમેઝોન અને ફ્લિપકાર્ટ પર સારા એક્સચેન્જ અને EMI ઓફર્સનો તમે લાભ ઉઠાવી શકો છો. આ ઓફર હેઠળ તમારે HDFC કાર્ડનો ઉપયોગ કરીને 10,000 રૂપિયા સુધી કેશબેકનો લાભ મેળવી શકો છો.