NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પારડીમાં હાઈ-વે ઉપર અકસ્માતમાં સુરતના એક જ પરિવારના ચારના મોત

પારડીમાં હાઈ-વે ઉપર અકસ્માતમાં સુરતના એક જ પરિવારના ચારના મોત

 | 4:50 pm IST

પારડી દમણીઝાંપા પાસે રવિવારે વહેલી સવારે મુંબઈથી સુરત પરત ફરી રહેલા અમરોલી છાપરાભાઠા સુરતના પરિવારની કાર હાઈવે ફલાઈ ઓવરબ્રીજ અને સર્વિસરોડ વચ્ચેના ડીવાઇડર પોલ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર નાના મોટા ૮ પૈકી ૪ના મોત નીપજયા હતા.

સુરત મહાનગર પાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા જયાબેન અરવિંદભાઈ સોલંકી (રહે. અમરોલી, ગણેશપુરા છાપરાભાઠા , ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત) તેમની માતા કમુબેન (ઉ. વર્ષ.૬૨), મોટોભાઈ નરેશભાઈ (ઉ. વર્ષ.૩૫), ભાભી લતાબેન (ઉ.વર્ષ.૩૨), બેન ઉષાબેન (ઉ. વર્ષ. ૪૮), છોકરી જયોતિ (ઉ. વર્ષ. ૯), ભત્રીજી ક્રિષ્ના (ઉ.વર્ષ. ૧૦), ભત્રીજો માનવ (ઉ.વ. ૫) એમ કુલ આઠ સદસ્યો સાથે પોતાની સેવરોલેત બીટ્સ કાર નં . જીજે. ૫જેઆર ૫૬૨૬ માં સવાર થઈને ગત તારીખ ૧૨/૫/૨૦૧૭ ના રોજ થાના મુંબઈ ખાતે રેહતા માસીને ત્યાં ગયા હતા.

જયાં તેઓએ પ્રસંગમાં હાજરી આપી કારમાં તા.૧૩/૫/૨૦૧૭ના રોજ રાત્રીના ૧૧.૩૦ કલાકે મુબઈથી સુરત પરત આવવા નીકળ્યા હતા. દરમિયાનમાં તા.૧૪/૫/૨૦૧૭ ના રોજ સવારે ૬.૩૦ થી ૭.૦૦ વાગ્યાના અરસામાં તેમની કાર પારડીમાંથી પસાર થતી હતી, તે વેળા કારહંકારી રહેલા નરેશભાઈએ કાર પૂરવેગે હંકારીને પારડી દમણીઝાંપા પાસેના બ્રીજના ચઢાણમાં સર્વિસ રોડ અને હાઇ-વે વચ્ચેના ડીવાઇડરના પોલ સાથે ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો છે. તેથી કારમાં સવાર તમામને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં માતા કમુબેન (ઉ.વર્ષ. ૬૨), મોટોભાઈ નરેશભાઈ (ઉ.વર્ષ. ૩૫), ભાભી લતાબેન (ઉ.વર્ષ.૩૨) અને ભત્રીજી ક્રિષ્ના (ઉ.વર્ષ.૧૦)નું કરુણ મોત નીપજયું હતું. ઘટનાની જાણ પારડી પોલીસને થતા સ્ટાફે ઘટના સ્થળે ધસી જઈ તમામ ઈજાગ્રસ્તને હોસ્પિટલ સિવિલ વલસાડ તથા મૃતકોને પારડી સીએચસી ખાતે ખસેડી આ ઘટનામાં જયાબેનની હોસ્પિટલને બિછાનેથી ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી છે.

1