Valsad coastal belt has been deflected from migrating
  • Home
  • Gujarat
  • આ ગામનાં લોકો ‘વાયુ’ વાવાઝોડાથી છે બેફીકર, કારણ છે ચોંકાવનારૂં

આ ગામનાં લોકો ‘વાયુ’ વાવાઝોડાથી છે બેફીકર, કારણ છે ચોંકાવનારૂં

 | 6:51 pm IST

‘વાયુ’ નામનું વાવાઝોડું ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં ત્રાટકશે એવું ઇન્ડિયન મિટિયૉરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તંત્ર પણ આવનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાબદુ થઇ ગયું છે. તંત્ર દ્વારા આ મામલે કેન્દ્રની પણ મદદ લેવામાં આવી રહી છે. ત્યાં જ ‘વાયુ’ વાવાઝોડાના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓની શાળાઓમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે તો ત્યાં જ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે.

ત્યારે વલસાડ દરિયા કિનારાના પટ્ટાનાં લોકો સ્થળાંતર કરવાથી અળગા રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, વલસાડ દરિયા કિનારાના પટ્ટામાં અનોખી માન્યતા છે જેના કારણે વાવાઝોડાની આગાહી બાદ પણ અહીં લોકો નિશ્ચિંત રીતે કોઇ પણ પ્રકારની સંકોચ વીના રહી રહ્યા છે.

લસાડ દરિયા કિનારાના પટ્ટામાં અનોખી માન્યતા છે કે, વાપીથી તાપી સુધી ક્યારેય વાવાઝોડાની અસર થઈ નથી. જેના કારણે તેઓ સ્થળાંતર કરવાનું વિચારી પણ રહ્યા નથી. એ લોકોનું માનવું છે કે, વાપીથી તાપી સુધીની ભૂમિ પરશુરામની મનાય છે માટે ત્યાંના સ્થાનિક લોકો સમુદ્રી આપત્તિઓ ન આવતી હોવાનો દાવો કરી રહ્યા છે. આથી ‘વાયુ’ વાવાઝોડાને લઈને પણ સ્થાનિકો નિશ્ચિંત રીતે સામાન્ય જિંદગી જીવી રહ્યા છે.

આ પણ જુઓ: સુરતમાં સહેલાણીઓ લઈ રહ્યા છે મોતની સેલ્ફી !

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન