વલસાડ: દારૂથી ખીચોખીચ ભરેલ કાર સાથે વિદેશી યુવાન અને યુવતી ઝડપાયા - Sandesh
  • Home
  • Baroda
  • વલસાડ: દારૂથી ખીચોખીચ ભરેલ કાર સાથે વિદેશી યુવાન અને યુવતી ઝડપાયા

વલસાડ: દારૂથી ખીચોખીચ ભરેલ કાર સાથે વિદેશી યુવાન અને યુવતી ઝડપાયા

 | 9:52 am IST

વલસાડના પારડી હાઇવે પર નાઇઝીરીયન યુવા યુવતી બંને દારૂની કાર સાથે ઝડપાયા છે. પોલીસ દ્વારા આ બંન્ને નાઇઝીરીન લોકોને ફિલ્મી ઢબે પકડવામાં આવ્યા છે. પોલીસે આ બંને લોકોને બગવાડા ટોલ નાકા પાસે ઝડપી પાડ્યા હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ દ્વારા આરોપીઓની ધરકપડ દરમિયાન બંને લોકોએ બરોડાની પારુલ કોલેજના વિધાર્થી હોવાના પુરાવા બતાવ્યા હતા. પોલીસે બંન્ને લોકોની રૂપિયા 88 હજારનો દારૂ સાથે કારની ઝડપી પાડ્યા હતા બાદમાં તેમને અને કારને પણ ડિટેઇન કરી છે. આ દરમિયાન તેમની પાસેથી પારુલ કોલેજના આઈકાર્ડ અને પુસ્તકો મળી આવ્યા હતાં.

પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન યુવાને યુવતી તેની કઝીન બેન હોવાનું જણાવ્યું હતું. પોલીસને શંકા જતાં પોલીસે પૂછપૂરછ કરતા કારમાંથી અંદાજે 88 હજારના વિદેશી દારૂની 146 બોટલો મળી આવી હતી. આથી પોલીસે બંનેની પૂછપરછ પોલીસે હાથ ધરી હતી. જે દરમ્યાન તેઓ આ દારૂ દમણથી લઇ આવ્યા હતા. અને બંને પાસે બરોડાની પારુલ કોલેજ ના પુરાવા રૂપે આઇ કાર્ડ મળી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન