'Vande India flight with 150 Indians missions under Malaysia to Ahmedabad
  • Home
  • Ahmedabad
  • ‘વંદે ભારત’ મિશન અંતર્ગત સૌથી મોટા સમાચાર, મલેશિયાથી 150 ભારતીયો સાથેની ફ્લાઇટ અમદાવાદ પહોંચી

‘વંદે ભારત’ મિશન અંતર્ગત સૌથી મોટા સમાચાર, મલેશિયાથી 150 ભારતીયો સાથેની ફ્લાઇટ અમદાવાદ પહોંચી

 | 11:06 am IST

ભારત સરકારે કોરોના વાયરસ અને લોક ડાઉનને પગલે અન્ય દેશોમાં રહેલા ભારતીયોને વતન પરત લાવવા કરેલા આયોજન રૂપે આજે આ યુવાઓ મલેશિયા થી વતન ગુજરાત પહોંચ્યા છે. કોરોના વાયરસના કેર બાદ વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્પેશિયલ ફ્લાઇટથી વતન પરત લાવવાનો બીજો તબક્કો શરૂ થયો છે. જેના ભાગરૂપે મલેશિયાથી 150 મુસાફરો સાથેની ફ્લાઇટ મંગળવારે મોડી રાત્રે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. વધુ 150 વિદ્યાર્થી પરત ફર્યા છે. મોડીરાત્રે ‘વંદે ભારત’ મિશન અંતર્ગત અમદાવાદ લવાયા છે. મલેશિયાથી એર ઈન્ડિયાના વિમાનમાં તેઓને ગુજરાત લવાયા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, એર ઇન્ડિયાની આ ફ્લાઇટ એઆઇ-1325 મલેશિયાથી વાયા બેંગાલુરુ થઇને રાત્રે 10.15એ અમદાવાદ પહોંચી હતી. આ ફ્લાઇટમાં આવેલા તમામ મુસાફરોનું મેડિકલ ચેક અપ કરાયા બાદ ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોકલી દેવાયા હતા.

હવે આગામી દિવસોમાં જે દેશથી ફ્લાઇટ અમદાવાદ આવવાની છે તેમાં અમેરિકાની ૩ ( 25-30-31 મે), બ્રિટન-મલેશિયા-સિંગાપોર-બેલારસ-કેનેડા-ફ્રાન્સ-જ્યોર્જિયા-રશિયા-યુક્રેનની એક-એક ફ્લાઇટનો સમાવેશ થાય છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્પેશિયલ ફ્લાઇટથી વતન લાવવાના પ્રથમ તબક્કામાં અમેરિકા-ફિલિપિન્સ-કુવૈત-લંડનથી 795 મુસાફરોનું ગુજરાતમાં આગમન થયું હતું.

હવે આગામી 31 મે સુધીમાં કુલ 14 ફ્લાઇટમાં વિદેશથી 3 હજારથી વધુ લોકો વતન પરત ફરશે. હવે 21 મેના ઇન્ડોનેશિયાથી વાયા મુંબઇ થઇને રાત્રે 11.30ના ફ્લાઇટ અમદાવાદ આવશે, જેમાં 243 મુસાફરો હશે. 24 મેના બ્રિટનથી સવારે 5.15ના અમદાવાદ આવનારી ફ્લાઇટમાં 300થી વધુ મુસાફરો હોય તેવી સંભાવના છે.

જુઓ આ પણ વીડિયો: CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન