Vani Kapoor shared on social media and glamorous pics
  • Home
  • Photo Gallery
  • B’day Special: વાણી કપૂરે સોશિયલ મીડિયામાં શેર કરી ગ્લેમરસ તસ્વીરો

B’day Special: વાણી કપૂરે સોશિયલ મીડિયામાં શેર કરી ગ્લેમરસ તસ્વીરો

 | 9:30 am IST

વર્ષ 2013માં રિલીઝ થયેલી ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાન્સ’થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરનારી વાણી કપૂરે ભલે હજુ સુધી વધારે ફિલ્મો કરી નથી, પરંતુ તે પોતાની ઓળખાણ સફળ રાખી રહી છે. તાજેતરમાં  ‘વોર’ મૂવીનું ટીઝર રિલીઝ થયું, જેમા વાણી કપૂરે સ્લિમ ટ્રિમ બોડીથી પણ લોકોનું ધ્યાન ખેંચ્યુ છ. 23 ઓગષ્ટ 1988એ દિલ્હીમાં જન્મેલી વાણી પોતાની ફિટ રાખવા માટે સખત મહેનત કરે છે. આ જ કારણે તે સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે, અને તે તસ્વીરો તરત જ વાયરલ થતી હોય છે.

વાણી કપૂર પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ અવસર પર તે પોતાની તસ્વીરો પોસ્ટ કરીને ફેન્સને દેખાડી રહી છે, જેણે ઈન્ટરનેટ પર તહલકો મચાવી દીધો છે.

વાણીએ જિમ, કાર્ડિયોસ પિલાટેજ અને ફંક્શનલ ટ્રેનિંગ દ્વારા પોતાને ફિટ બનાવી છે. તે રોજ જિમ જાય છે. અને પોતાની ડાઈટનો પણ ભરપૂર ખ્યાલ રાખે છે. જો કે તે જાણીને તમને નવાઈ લાગશે કે તેના પિતા નહોતા ઈચ્છતા કે વાણી અભિનેત્રી બને. તે વાણીને મોડલ બનાવવાના પણ વિરુદ્ધ હતા, પરંતુ તેની માંએ તેનો ખુબ સાથ આપ્યો.

31 વર્ષની વાણીએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે જ્યારે તેની બહેન 18 વર્ષની હતી, ત્યારે તેના પિતાએ તેના લગ્ન કરાવી દીધા હતા. હવે તે વિદેશમાં રહે છે. તે વાણીના પણ લગ્ન જલ્દી કરાવવા માંગતા હતા, પરંતુ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખાણ બનાવવા માંગતી હતી.

વાણીએ ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યૂનિવર્સિટી ઈગ્નૂથી ટૂરિઝમમાં બેચલરનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેને ઘણા દિવસો સુધી હોટલમાં કામ કર્યુ. તે બાદ તે મોડલિંગ ક્ષેત્રમાં પગલુ રાખ્યું.

વાણી હજુ સુધી શુદ્ધ દેશી રોમાન્સ અને બેફ્રિકે જેવી મોટી ફિલ્મોમાં જ નજરે પડી છે, પરંતુ તે પોતાની ઓળખાણ બનાવવામાં સફળ રહી છે. તે જલ્દી જ ઋત્વિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોરમાં નજરે આવશે. તે સિવાય શમશેરાંમાં પણ એક્ટિંગ કરતી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન