Vankaner: 5 Years Old Boy Physical abuse girl In Bathroom, Uncle Killed him
  • Home
  • Featured
  • 5 વર્ષનો ભત્રીજો બાળકીને બાથરૂમમાં કરતો હતો અડપલાં, કાકાએ માથું પછાડી પછાડીને પતાવી દીધો

5 વર્ષનો ભત્રીજો બાળકીને બાથરૂમમાં કરતો હતો અડપલાં, કાકાએ માથું પછાડી પછાડીને પતાવી દીધો

 | 9:50 pm IST

હાલ આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તેનો એક ચોંકાવનારો કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે. તમને માનવામાં નહીં આવે પણ, અહીં એક પાંચ વર્ષનો બાળક નાની બાળકી સાથે બાથરૂમમાં શારીરિક અડપલાં કરતો હતો. આ દ્રશ્યો બાળકીના પિતા જોઈ ગયા. અને તેને કુવાની દિવાલ સાથે માથું પછાડી હત્યા કરીને લાશ કુવામાં ફેંકી દીધી હતી. હત્યારો બાળકનો કૌટુંબિક કાકો હતો.

મોરબીના વાંકાનેર નજીક 5 વર્ષના બાળક પ્રિન્સ નાકીયાની અઠવાડિયા પહેલાં કુવામાંથી લાશ મળી આવી હતી. બાળકને પાઈપ સાથે દોરડા વડે બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ પોલીસે આ હત્યાકાંડ મામલે તપાસનો ધમધામટ શરૂ કર્યો હતો. પોલીસની તપાસનો અંત કૌટુંબિક કાકાના ઘરે જઈને પૂરો થયો હતો. પોલીસે મૃતકના પિતરાઈ કાકા રસિક નાકીયાની ધરપકડ કરી હતી.

રસિકની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. 5 વર્ષનો પ્રિન્સ નાકીયા રસિકની પુત્રી સાથે બાથરૂમમાં શારીરિક ચેષ્ટા કરી રહ્યો હતો. અને આ દ્રશ્યો રસિક જોઈ ગયો હતો. જે બાદ તેણે પિત્તો ગુમાવ્યો. અને બાળકને મંદિરમાં લઈ જવાનું કહી કુવાની દિવાલ સાથે માથું પછાડી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ તેણે પ્રિન્સની લાશને દોરડાની મદદથી પાઈપ સાથે બાંધીને કુવામાં ફેંકી દીધો હતો.

આ વીડિયો પણ જુઓઃ

દાહોદમાં પ્રેમી યુગલને માર્યો ઢોર માર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન