vankaner Girl Commit Suicide After Boyfriend Threat Video Viral
  • Home
  • Gujarat
  • ધોરણ 12ની વિદ્યાર્થીનીને પ્રેમી સાથે અંગત પળો માણવી ભારે પડી, આવ્યો કરૂણ અંજામ

ધોરણ 12ની વિદ્યાર્થીનીને પ્રેમી સાથે અંગત પળો માણવી ભારે પડી, આવ્યો કરૂણ અંજામ

 | 6:06 pm IST

સ્ત્રી સુરક્ષાની વાતો થાય છે પ્રયત્નો પણ કરવામાં આવે જ છે સ્ત્રી ને સુરક્ષિત રાખવાના, પરંતુ હજી ક્યાંકને ક્યાંક સ્ત્રી હારીને જીવ ગુમાવી દેવાના બનાવો જોવા મળી જ રહ્યા છે. વાંકાનેરના પેડક વિસ્તારમાં રહેતી એક દીકરી પણ આ જ રીતે હારી ગઈ ને કેરોસીન છાંટી જાત જલાવી દીધી. દીકરી સોનલ તો ચાલી ગઈ પણ આત્મહત્યા કરતા પહેલા તેણે એક સુસાઈડ નોટ લખી હતી, જેના કારણે આખા સમાજએ જાગી જવું પડે એવી કડવી વાસ્તવિકતા પરથી પડદો ઉપડ્યો છે. આ ચકચારી બનાવમાં મોરબી પોલીસે એક મહિલા સહીત ચાર શકશોની આ દીકરીને મારવા મજબુર કર્યાના આરોપસર અટકાયત પણ કરી લીધી છે.

મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલ પેડક વિસ્તારની ધોરણ 12ની વિદ્યાર્થીનીના ચકચારી આપઘાત કેસને સમજતા પહેલા એક વાર શરૂઆત પર નજર કરીએ તો બે દિવસ પહેલા વાંકાનેરના પેડક વિસ્તારમાં રહેતી સોનલ વોરા નામની ધોરણ 12ની વિદ્યાર્થીનીએ પોતાના જ ઘરે કેરોસીન છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો ગંભીર રીતે દાજી ગયેલ સોનલને રાજકોટ સારવારમાં તો ખસેડાઈ પણ સારવાર દરમ્યાન જ સોનલના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા.

જોકે સોનલના મોત બાદ તેણે અંતિમ પગલું ભરતા પહેલા લખેલી એક સુસાઈડ નોટ પોલીસને હાથ લાગી હતી, જેના આધારે મૃતક સોનલના પિતા રતિલાલ ભાઈ વોરાની ફરિયાદ લેવામાં આવી હતી અને સુસાઈડ નોટમાં જે નામ આપવામાં આવ્યા હતા. એ મૃતકની પાસે રહેતો રાહુલ વોરા તે ઉપરાંત પેડક વિસ્તારમાં જ રહેતી ગૌરીબેન ઉભડીયા, વાંકાનેરના સિંધાવદર ગામનો રહેવાસી જીતેન્દ્ર મકવાણા તેમજ પીઠડ ગામનો મનોજ પરમાર આ તમામને વાંકાનેર શહેર પોલીસ દ્વારા ગઈ મોડી રાત્રે જ ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસ એક્શનમાં આવ્યા બાદ સમગ્ર મામલ પરથી પડદો ઊંચકાયો હતો. જે મુંજબ જો મૃતક સોનલની વાત કરવામાં આવે તો સોનલ ધોરણ 10માં નાપાસ થઇ હતી. બાદમાં બે વર્ષ મજુરીકામ પણ કરતી અને સાથે પરીક્ષા પણ આપતી એમ કરતા એ ધોરણ 12 સુધી પહોચી હતી. પણ સાથે સોનલની ભૂલ માત્ર એટલી જ હતી જે તેને પાડોશમાં રહેતા રાહુલના મિત્ર જીતેન્દ્ર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે એક વર્ષ પહેલા તૂટી પણ ચુક્યો હતો. હવે આ એક વર્ષ દરમ્યાન એવા તો ખેલ થયા સોનલ સાથે કે સોનલએ મનથી હાર માની લીધી અને આત્મહત્યા કરી લીધી હતી.

જીતેન્દ્ર સાથે પ્રેમ સંબંધ પુર્ણ થયા બાદ આ પ્રેમના નામે ફેલાવાયેલી જાળ હતી તે સોનલને સમજાયું હતું. આરોપી મનોજ પરમારએ ખોટા નામનું ફેસબુક આઈડી બનાવ્યું હતું અને સોનલ સાથે વાત કરવાની શરુ કરી તો બીજી બાજુ પૂર્વ પ્રેમી જીતેન્દ્રએ સોનલના પ્રેમ સમયમાં એક વીડિયો બનાવી લીધો હતો, જે વાઈરલ કરી દેવાની ધમકી આપી સોનલને મળવા બોલાવતો હતો. મૃતક સોનલને માનસિક ત્રાસ આપવામાં ગૌરીબેન પણ મદદરૂપ થતી હતી. વીડિયોના નામે ડરાવી પોતાને બોલાવીને તેના પર ત્રણેય આરોપી ગેંગરેપ કરવાનો ઈરાદો ધરાવે છે એવી શંકા સોનલના મનમાં હતી. એટલે એ વાત ને ટાળતી રહી પણ અંતે મનથી ભાંગી ગઈ અને સુસાઈડ નોટ લખી પોતાને મારવા માટે મજબુર કરનાર આરોપીઓને કડક સજા મળે અને પોતાને ન્યાય એવી છેલ્લી ઈચ્છા પણ પાછળ મૂકી ગઈ અને જેના જ લીધે આજે આ ચારેય આરોપીઓ કાનુન ના સકંજામાં છે

આ ચકચારી ઘટનામાં ભલે પોલીસે આરોપીઓને ઝડપી લીધા હોય અને તેમને કડક સજા પણ થાય પણ સોનલનો જીવ ક્યારેય પાછો નહી આવે મોબાઈલના દુરુપયોગના કારણે કેટલાય યુવાનો ક્યારે ગુનેગાર બની જાય છે. એ એમને પણ ખુબ મોડી ખબર પડતી હોય છે પરંતુ વિચારવાની વાત એ છે કે જો મૃતક સોનલ મારતા પહેલા આ તકલીફની વાત પોતાના પરિવારને કરી શકી હોત તો, કદાચ સોનલનો જીવ ના ગયો હોત. પણ આ ઘટના ચોક્કસથી એ સીખ તો આપે જ છે કે સંતાન કોઈ પણ તકલીફમાં પોતાના પરિવારને વાત કરી શકે તો કદાચ આવા કેટલાય યુવાધનને તકલીફમાં મુકાતા જ બચાવી શકાય એમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન