વાપી અને સુરત ડીઆરઆઇની ટીમે મુબઇની કંપનીમાં પાડ્યા દરોડા - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • વાપી અને સુરત ડીઆરઆઇની ટીમે મુબઇની કંપનીમાં પાડ્યા દરોડા

વાપી અને સુરત ડીઆરઆઇની ટીમે મુબઇની કંપનીમાં પાડ્યા દરોડા

 | 8:29 pm IST

એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમનો દુરપયોગ કરીને વિદેશથી આયાત કરેલો માલ લોકલ માર્કેટમાં ડાઇવર્ટ કરીને રૃા.૪૩.૫૫ કરોડની કસ્ટમ ડયુટીની ચોરી કરવાના કેસમાં વાપી અને સુરત ડીઆરઆઇની ટીમે મુબઇની એક કંપનીની ઓફિસમાં દરોડા પાડયા છે. કંપની દ્રારા સ્કીમો લાભ લઇને રૃા.૧૨૭.૪૦ કરોડનો માલ આયાત કરાયો હતો.

ડીઆરઆઇના સૂત્રોએ જણાવ્યુ કે,મુબઇની કંપનીએ એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ વિદેશથી ૧૮,૦૪૯ મેટ્રીક ટન એલડીપીઇ,એલએલડીપીઇ અને પીવીસીની આયાત કરી હતી. એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમના નોટિફિકેશન નંબર ૧૮/૧૫ તા.૧.૪.૨૦૧૫ નો દુરપયોગ કરાયો હતો. આયાતી માલને લોકલ માર્કેટમાં વેચી દઇને રૃા.૪૩.૫૫ કરોડની કસ્ટમ ડયુટીની ચોરી થઇ હોવાની ડીઆરઆઇને બાતમી મળતા દરોડા પાડવામા આવ્યા હતા.

ડીઆરઆઇની ટીમે કંપનીની મુબઇ ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં ડયુટી ચોરી કરનારાઓ રૃા.૫૦ લાખની ડયુટી ભરપાઇ કરી છે તેમ છતાં આગળની તપાસ ચાલુ રાખવામા આવી છે.