વારાણસી ફ્લાયઓવરમાં 15ના મોત, ગોઝારી ઘટનાની હકીકત જાણી રૂંવાડા અદ્ધર થઇ જશે - Sandesh
  • Home
  • India
  • વારાણસી ફ્લાયઓવરમાં 15ના મોત, ગોઝારી ઘટનાની હકીકત જાણી રૂંવાડા અદ્ધર થઇ જશે

વારાણસી ફ્લાયઓવરમાં 15ના મોત, ગોઝારી ઘટનાની હકીકત જાણી રૂંવાડા અદ્ધર થઇ જશે

 | 2:56 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં મંગળવારની સાંજે એક દર્દનાક ઘટના ઘટી જેમાં લહરતારાથી ચૌકાઘાટ સુધી બનેલ નિર્માણધીન ફ્લાયઓવરનો એક ભાગ તૂટી ગયો, જેમાં દબાતા 15 લોકોના મોત થયા. એનડીઆરએફની તરફથી આખી રાત ચાલેલા રેસ્કયુ ઓપરેશનમાં કાટમાળમાં દબાયેલ તમામ મૃતકો અને ઘાયલોને નીકાળવામાં આવ્યા.

જોકે વાત એમ છે કે જ્યારે સિસ્ટમની સંજીદગી દમ તોડી દે ત્યારે સામાન્ય લોકોના મોતની કિંમત બે કોડી રહી જાય છે અને જ્યારે લાપરવાહી તમામ હદો પાર કરી દે તો એ જ થાય છે જે વારાણસીમાં થયું. એક દિવસ બાદ પણ વારાણસી એ અકસ્માતના આઘાતમાં છે જેમાં 15 લોકોના મોત થઇ ગયા. ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાકટરે પહેલાં જ કહ્યું હતું કે આ પુલનો નિર્માણ રૂટ ડાયવર્ટ કરાવો પરંતુ મોટો અકસ્માત સર્જાય શકે છે, પરંતુ ફલાયઓવરના બાંધકામ દરમ્યાન રૂટ ડાયવર્ટ કરાયો નહીં.

શરૂઆતથી વિવાદમાં રહ્યો ફ્લાયઓવર
અખિલેશ સરકારમાં 1 ઑક્ટોબર 2015ના રોજ ચૌકાઘાટ-લહરતારા ફલાયઓવરના વિસ્તારીકરણનો શિલાન્યાસ થયો અને પછી ઝડપથી નિર્માણ શરૂ કર્યું. ત્યારથી લઇને આજ સુધી આ ફલાયઓવરનું નિર્માણ વિવાદોમાં રહ્યું. અખિલેશ સરકાર દરમ્યાન પણ કેટલીય વખત તેના ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) બદલાઇ ગયા.

સમયસર કામ પૂરું થયું નહીં
2017માં યોગી સરકાર આવી તો આ પુલનું કામ જલ્દીથી પૂરો કરવાનો નિર્દેશ રજૂ કરાયો. ફ્લાયઓવરનું નિર્માણ માર્ચ 2019 સુધી પૂરું થવાનું હતું, પરંતુ અધિકારીઓએ વાહનોના દબાણનો હવાલો આપીને ઑક્ટોબર 2019 સુધીમાં કામ પૂરું કરવાનો સમય માંગ્યો.

મળતી માહિતી પ્રમાણે 1710 મીટર લાંબા આ ફલાયઓવરનું બાંધકામ 30 મહિનામાં પૂરુ થવાનું હતું, પરંતુ હજુ સુધી ફલાયઓવરનું કામ પૂરું થઇ શકયું નહોતું. આ ફલાયઓવર પ્રોજેક્ટનો ખર્ચ 77.41 કરોડ રૂપિયા છે, તેની અંતર્ગત 63 પિલર બનાવાના છે, પરંતુ હજુ સુધી 45 પિલર જ તૈયાર થયા છે.