રાશિ અનુકૂળ દ્રવ્યથી તિલક કરશો તો વધશે આકર્ષણ, જાણો તમારા માટે શું છે શ્રેષ્ઠ – Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • રાશિ અનુકૂળ દ્રવ્યથી તિલક કરશો તો વધશે આકર્ષણ, જાણો તમારા માટે શું છે શ્રેષ્ઠ

રાશિ અનુકૂળ દ્રવ્યથી તિલક કરશો તો વધશે આકર્ષણ, જાણો તમારા માટે શું છે શ્રેષ્ઠ

 | 4:56 pm IST

વ્યક્તિ પોતાના દેખાવને અન્યથી અલગ બનાવવા અને લોકો વચ્ચે પોતાનું આકર્ષણ ઊભું કરવા સતત પ્રયત્નો કરે છે. પોતાની વાણી, વ્યવહાર, પોષાક અને દેખાવમાં પણ લોકો સમયાંતરે ફેરફાર પણ કરે છે. તેમાં પણ વાત જો પોતાના પ્રિયજનની હોય તો લોકો તેને પોતાની નજીક રાખવા સતત વિચાર કરે છે. પરંતુ ક્યારેક આ લાગણીમાં નકારાત્મકતા ભળી જાય છે જેના કારણે કામ બગડી પણ જાય છે.

વ્યક્તિત્વમાં નકારાત્મક ભાવના વધી જાય તો સંબંધોમાં તિરાડ પડી જાય છે. આવા સમયે વ્યક્તિને પોતાનું આકર્ષણ વધારવા માટે જ્યોતિષ શાસ્ત્રના આ ખાસ ઉપાય કામ લાગી શકે છે. આકર્ષણ વધે તે માટે રાશિ અનુસાર અલગ અલગ પ્રકારના તિલક કપાળે કરવાનો ઉપાય કરી શકાય છે. તો જાણો કઈ રાશિના જાતકો કયા દ્રવ્યથી કરવું જોઈએ તિલક.

રાશિ અનુસાર ઉપાય
મેષ- લાલ ચંદનનું તિલક
વૃષભ- ગૌલોચનનું તિલક
મિથુન- અત્તરનું તિલક
કર્ક- સફેદ ચંદનનું તિલક
સિંહ- કેસરનું તિલક
કન્યા- કસ્તુરીનું તિલક
તુલા- ચમેલીના અત્તરનું તિલક
વૃશ્ચિક- સિંદૂરનું તિલક
ધન- ચંદનનું તિલક
મકર- રાતરાણીના અત્તરનું તિલક
કુંભ- ચંદનના અત્તરનું તિલક
મીન- હળદરનું તિલક