નાનકડું લીંબુ ઘરની આ સમસ્યાઓને પળવારમાં કરી શકે છે દૂર, જાણી લો વિગતો - Sandesh
NIFTY 10,556.20 -9.10  |  SENSEX 34,410.15 +-17.14  |  USD 66.0300 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • નાનકડું લીંબુ ઘરની આ સમસ્યાઓને પળવારમાં કરી શકે છે દૂર, જાણી લો વિગતો

નાનકડું લીંબુ ઘરની આ સમસ્યાઓને પળવારમાં કરી શકે છે દૂર, જાણી લો વિગતો

 | 2:43 pm IST

રસોડામાં હંમેશા રહેતી વસ્તુઓમાંથી એક છે લીંબુ. ઉનાળામાં તો લીંબુનો ઉપયોગ સૌથી વધારે શરબત બનાવવામાં થતો હોય છે. પરંતુ આ લીંબુ ગૃહિણીઓ માટે બહુઉપયોગી વસ્તુ છે. આ નાનકડું લીંબુ માત્ર રસોઈનો સ્વાદ વધારવામાં નહીં પણ ઘરની અનેક સમસ્યાઓને દૂર કરવામાં ઉપયોગી છે. તો જાણી લો તમે પણ કઈ કઈ સમસ્યાઓમાં ઉપયોગી હોય છે લીંબુ.

– લીંબુના રસમાં પોટેશિયમ હોય છે જે કિડનીમાં પથરીનું નિર્માણ થવાથી રોકે છે. તેમાં સાઈટ્રસ લેવલ વધારે હોય છે તેથી પથરી બની શકતી નથી.
– લીંબુ પાણીમાં લિમ્ફ્ટક પ્રક્રીયા વધારવાનો ગુણ હોય છે જે ઈમ્યૂનિટીને વધારે છે.
– લીંબુના રસમાં પેસ્ટિન હોય છે જે ભૂખમાં ઊણપ લાવે છે અને ભૂખ પર નિયંત્રણ લાવી દે છે.
– લીંબુનો રસ પીવાથી ગોલબ્લેડરમાં થનાર દુખાવો સામાન્ય થઈ જાય છે.
– જો તમને શરદી અને ફ્લુ થાય તો તમે લીંબુના રસનું સેવન કરો, તેનાથી ઘણો આરામ મળશે.
– જીઈઆરડી નામની પેટની બીમારી થાય તો લીંબુનો જ્યુસ ખૂબ ફયદાકારક હોય છે. બે અઠવાડિયામાં તમે બીમારીને યોગ્ય જતાં અને પોતાનામાં પરિવર્તન થતા જોઈ શકો છો.
– જે લોકોને ફ્રૂડ બોર્ન બીમારી હોય છે તે લીંબુના જ્યુસનું સેવન અવશ્ય કરો. તેનાથી તેમની સમસ્યા દૂર થઈ જશે.
– લીંબુમાં એન્ટી-ઈન્ફલેમેટરી ગુણ હોય છે જે સોજાને દૂર કરવામાં મદદરૂપ હોય છે. તેના સેવનથી શરીરનું પીએચ લેવલ સંતુલિત રહેવાના કારણે એવું થાય છે.