varun dhawan and alia bhatt reaches jalandhar for the promotion of film
  • Home
  • Featured
  • Photos: કલંકના પ્રમોશનમાં જાલંધર પહોંચ્યા વરૂણ આલિયા

Photos: કલંકના પ્રમોશનમાં જાલંધર પહોંચ્યા વરૂણ આલિયા

 | 1:54 pm IST

કલંક ફિલ્મને લઈને હાલ સમગ્ર ટીમ કામે લાગી ચુકી છે. ફિલ્મનું પ્રમોશન જોરશોરથી થઈ રહ્યુ છે.ફિલ્મમાં મુખ્ય કલાકાર વરૂણ ધવન અને આલિયા ભટ્ટ જાલંધર પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેએ ટ્રેડિશનલ કપડાં પહેર્યા હતા. એરપોર્ટ પર વરૂણ ઈંડિયન કપડામાં આવ્યો હતો. આલિયાએ પિંક દુપટ્ટો પહેર્યો હતો જેનાથી તે ખુબજ આકર્ષક લાગતી હતી.

એરપોર્ટ પર વાયુસેનાના ઓફિસરો સાથે કેટલીક તસવીરો પડાવી હતી જે હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

પ્રમોશન કરતા વરૂણ અને આલિયાએ ખુબજ ડાન્સ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. વરૂણે તો આલિયાને ઉંચકી લીધી હતી. જાલંધરમાં ભંગાડા કરી સૌને ખુશ કરી દીધા હતા. મોટી સંખ્યામાં પ્રશસકો ઉમટી પડ્યા હતા અને બંને કલાકારોને ખુબજ સાથ આવ્યો હતો.

આ ફિલ્મ 17 એપ્રિલે રીલિઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર,સોંગ, ડાયલોગ્સ દર્શકોને ખુબજ પસંદ આવી રહ્યા છે. કરણ જૌહરની આ ડ્રીમ પ્રોજેક્ટ ફિલ્મ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન