Varun dhawan and Anushka Sharma Shared Video about Tricolor
  • Home
  • Videos
  • વરૂણ અને અનુષ્કાએ વિડીયો દ્વારા તિરંગા વિશે જણાવી આ ખાસ વાત

વરૂણ અને અનુષ્કાએ વિડીયો દ્વારા તિરંગા વિશે જણાવી આ ખાસ વાત

 | 6:38 pm IST

વરૂણ ધવન અને અનુષ્કા શર્માની આગામી ફિલ્મ ‘સુઈ-ધાગા: મેડ ઇન ઇન્ડિયા’ અત્યારે ઘણી જ ચર્ચામાં છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરમાં બંને કલાકારો દેશી અંદાજમાં જોવા મળ્યા હતા. વરૂણ ધવન અને અનુષ્કા શર્મા હવે ફિલ્મનાં પ્રમોશનમાં લાગી ગયા છે. ભારતનાં 72માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વરૂણ ધવન અને અનુષ્કા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં અનુષ્કા અને વરૂણ જણાવ્યું છે કે તિરંગો પહેલી વખત કઈ રીતે બન્યો હતો. વિડીયોમાં તિરંગો કઈ રીતે અને કયા આર્ટથી બન્યો તે જણાવવામાં આવ્યું છે.

વિડીયોને શેર કરતા વરૂણ ધવને કેપ્શનમાં લખ્યું કે, ‘તમને દરેકને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. આ દિવસ હંમેશા મૂલ્યવાન રહેશે અને ક્યારેય સ્વતંત્રતા સેનાનીઓનાં બલિદાનને નહીં ભૂલીએ.’