varun bhumi pednekar and kiara advani sign shashank khaitans film
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આલિયા ભટ્ટ જોતી રહેશે અને આ બે અભિનેત્રીઓ વરુણ ધવન સાથે કરશે રોમાન્સ!

PHOTOS: આલિયા ભટ્ટ જોતી રહેશે અને આ બે અભિનેત્રીઓ વરુણ ધવન સાથે કરશે રોમાન્સ!

 | 4:37 pm IST

વરુણ ધવન અને આલિયા ભટ્ટની જોડી રૂપેરી પડદે ખુબ છવાયેલી છે અને લોકોને એની કેમેસ્ટ્રી ખુબ ગમે છે. ‘હમ્પટી શર્મા કી દુલ્હનિયા, બ્રદીનાથ કી દુલ્હનિયામાં બન્ને સાથે જોવા મળ્યા અને આ ફિલ્મો બોક્સ ઓફિસ પર પણ હિટ થઈ છે. આ જ ફિલ્મોના ડાયરેક્ટર શશાંક ખેતાન હવે એક નવી ફિલ્મની તૈયારી કરી રહ્યા છે.

ટાઈટલ હજુ નક્કી નથી થયું. પરંતુ આ ફિલ્મ કરણ જોહરના પ્રોડકશન હેઠળ બનવાની છે. એક મળતા અહેવાલ પ્રમાણે આ ફિલ્મમાં વરુણ ધવન, કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકરને ફાઇનલ કરવામાં આવ્યા છે. પરંતુ સુત્રો દ્વારા માહિતી મળી છે કે શશાંકને તો આ ફિલ્મમાં આલિયા ભટ્ટને સાઇન કરવાની ઇચ્છા હતી, પરંતુ આલિયા સાથે તારીખને લઈ સેટિંગ ન થયું અને હવે આ બે અભિનેત્રીઓ વરુણ ધવન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન