Varun Dhawan Did Dangerous Exercise and Warned, 'Don't Try This At Home'
  • Home
  • Featured
  • વરૂણ ધવને આ ખતરનાક એક્સરસાઇઝ કરતા કહ્યું, ‘ઘર પર ટ્રાય ના કરતા’

વરૂણ ધવને આ ખતરનાક એક્સરસાઇઝ કરતા કહ્યું, ‘ઘર પર ટ્રાય ના કરતા’

 | 3:42 pm IST

બોલીવુડ એક્ટર વરૂણ ધવન અત્યારે પોતાની આગામી ફિલ્મ ‘કલંક’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ વરૂણે એક ક્રેઝી વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં વરૂણ ચાલતા ટ્રેડમિલ પર ડંબલ રાખીને એક્સરસાઇઝ દ્વારા ઘણો પરસેવો વહાવી રહ્યો છે. આ ઘણું જ ખતરનાક હતુ કારણ કે વરૂણ દ્વારા જો નાનકડી ભૂલ પણ થઈ હોત તો તેને ગંભીર ઈજા થઈ હોત. જો કે આ વિડીયોને જોઇને તમે વરૂણ ધવનનાં સ્ટેમિનાનો અંદાજ આવશે.

આ વર્ષે વરૂણ ધવનની બે ફિલ્મો રીલીઝ થઈ છે. ‘ઑક્ટોબર’ અને ‘સૂઈ-ધાગા’ બંને ફિલ્મોને સારો પ્રતિસાદ મળ્યો છે. વરૂણ ધવન અત્યારે ‘કલંક’ ફિલ્મ માટે બૉડી બનાવી રહ્યો છે. વરૂણ ધવને વિડીયો પૉસ્ટ કરતા લખ્યું છે કે, ‘હું કલંક ફિલ્મનાં ક્રેઝી એક્શન સીક્વેન્સ માટે ના ફક્ત ટ્રેનિંગ લઈ રહ્યો છું, પરંતુ ઘણો મજબૂત થવાનાં પણ પ્રયત્ન કરી રહ્યો છે. મારા ટ્રેનરે આજે કંઇક નવુ કરવાનાં પ્રયત્નો કર્યો.’

આ સાથે વરૂણ ધવને ચેતવણ પણ આપી છે કે આ સ્ટંટ ઘરે ના કરવી. આ વિડીયો પર અર્જુન કપૂર અને દિયા મિર્ઝાએ શાનદાર કૉમેન્ટ કરી છે.