Varun Dhawan get Emotional on set of Street Dancer 3D
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: શૂટિંગ દરમિયાન વરુણ ધવન લાગ્યો રડવા, જાણો શું છે કારણ?

Video: શૂટિંગ દરમિયાન વરુણ ધવન લાગ્યો રડવા, જાણો શું છે કારણ?

 | 12:09 pm IST

અભિનેતા વરુણ ધવન હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ની શૂટિંગમાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતો વરુણ મોટા ભાગે તેના શૂટિંગના વીડિયો અને તસવીરો ફેન્સ સાથે ઇન્સ્ટગ્રામ પર શેર કરે છે. જ્યારે હવે વરુણ ધવનનો એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાય છે કે શૂટિંગ દરમિયાન વરુણ ઇમોશનલ થઈ રડવા લાગે છે. આ વીડિયો વરુણ ધવનના એક ફેને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વાયરલ વીડિયોમાં વરુણ ધવનની આંખો નમ છે. જ્યારે વરુણને તેના ઇમોશનલ થવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે આજે તેને એક સેડ સોંગ પર શૂટિંગ કર્યું. જેના કારણે તેઓ ઇમોશનલ થઈ ગયો. તમને જણાવી દઈએ કે વરુણ ધવનની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’નું ડાયરેક્શન રેમો ડિસૂઝા કરી રહ્યો છે જેને આ પહેલા વરુણ ધવન સાથે ફિલ્મ ‘ABCD 2’માં કામ કર્યું હતું. જે બોક્સ ઓફિસ પર ઘણી સફળ રહી હતી. જ્યારે હવે વરુણની આ અપકમિંગ ફિલ્મથી પણ ફેન્સને ઘણી અપેક્ષા છે. કારણ કે આ પહેલા વરુણ ધવનની મલ્ટીસ્ટાર્ર ફિલ્મ ‘કલંક’ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન