varun dhawan gets trolled for supporting sushant singh cbi investigation
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત કેસમાં વરૂણ ધવન કુદી પડ્યો, કરી એવી વાત પ્રશંસકોએ બરાબરનો ખખડાવ્યો

સુશાંત કેસમાં વરૂણ ધવન કુદી પડ્યો, કરી એવી વાત પ્રશંસકોએ બરાબરનો ખખડાવ્યો

 | 1:07 pm IST

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક પછી એક નવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં બસ એક જ ચર્ચા છે કે શું સુશાંતને યોગ્ય ન્યાય મળશે? બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ હવે સુશાંત કેસમાં CBI તપાસની માંગ કરી રહ્યા છે. વરૂણ ધવન પણ સુશાંત કેસમાં CBI તપાસની માંગને સમર્થન આપી રહ્યો છે. તેણે ઇંસ્ટાગ્રામ પર સ્ટોરી પર એક પોસ્ટ કરીને સુશાંત કેસમાં CBI તપાસની માંગ કરવા જણાવ્યુ છે.

જો કે આ પોસ્ટબાદ સુશાંતના કેટલાક પ્રશંસકોને આ વાત સહેજ પણ ગમી ન હતી તે બરાબરના અકળાયા છે. યૂઝર્સે ટ્રોલ કરતા કહ્યુ કે વરૂણ તેની આગામી ફિલ્મમાં ખોટી સહાનુભૂતિ મેળવવા આવો દાવ કરી રહ્યો છે.

યૂઝર્સ કહી રહ્યા છે કે આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ સડક-2ના ટ્રેલરને એટલા બધા ડિસલાઇક મળતા વરૂણ ધવન ડરી ગયો છે. તેની આગામી ફિ્લ્મ કુલી નંબર 1મા આવા હાલ ન થાય માટે તે સુશાંત સિંહ રાજપૂત કેસમાં કૂદી પડ્યો છે.

એક યૂઝર્સે કહ્યુ ભાઇ જલ્દી સામે આવ્યો તુ, ભાઇ સડક2 ના હાલ જોઇ ડર લાગ્યોને હજુ તો શરૂઆત છે આગળ જો કેવુ થાય છે. એક યૂઝર્સે કહ્યુ શેમ ઓન યૂ વરૂણ ધવન, જ્યારે સડક-2ને આટલા ડિસલાઇક મળ્યા ત્યારે અચાનક સુશાંત યાદ આવ્યો તને?

એક યૂઝર્સે લખ્યુ કે કિર્તી સેનનની વાત સમજમાં આવે છે કે તેના પર દબાણ હશે. તો પણ એ છોકરીએ ઇનડાયરેક્ટલી પોસ્ટ કરી હતી, સૂરજ પંચોલી અને વરૂણ ધવન હવે નાટક કરી રહ્યા છે. તેઓ દર્શકોને મુરખ સમજે છે તેમને લાગે છે કે અમારી પાસે કોઇ દિમાગ જ નથી.

એક યૂઝર્સે કહ્યુ જ્યારે સૌથી વધારે જરૂર હતી તમારી ત્યારે તમે ક્યા હતા? 60 દિવસ પછી આ બધુ યાદ આવ્યુ. આટલી હદે સ્વાર્થી બનવુ સારૂ નહી ભાઇ.

આ વીડિયો જુઓ: સંજય દત્તને કેન્સર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન