varun dhawan natasha dalal marriage hotel booking and guest list ready
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • મેરેજ હોલ બુક, 200 મહેમાનોની યાદી તૈયાર, આવતા અઠવાડિયે વરુણ નતાશા ફેરા ફરી જશે!

મેરેજ હોલ બુક, 200 મહેમાનોની યાદી તૈયાર, આવતા અઠવાડિયે વરુણ નતાશા ફેરા ફરી જશે!

 | 2:14 pm IST
  • Share

બોલિવૂડ એક્ટર વરૂણ ધવન (Varun Dhawan) આ મહિનામાં તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ (Natasha Dalal) સાથે લગ્ન કરવા જઈ રહ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. વરૂણ અને નતાશાના લગ્ન (Varun Dhawan Natasha Dalal marriage) અલીબાગની ફાઈવ સ્ટાર હોટલમાં થશે. તેનું બુકિંગ થઈ ચૂક્યું છે અને વરુણે આ હોટલનું ચેકિંગ પણ કરી લીધું છે. વરૂણ અને નતાશા (Natasha Dalal)ના લગ્નમાં આવતા 200 મહેમાનોની યાદી પણ તૈયાર થઈ ગઈ છે.

પ્રાપ્ય માહિતી અનુસાર વરુણ ધવનનું કહેવું છે કે અલીબાગની ફાઇવ સ્ટાર હોટલ બુક થઈ ગઈ છે અને થોડીક એડવાન્સ પેમેન્ટ પણ થઈ ગઈ છે. 200 મહેમાનોની યાદી તૈયાર થઈ ચૂકી છે. જો કે, હજી સુધી તે અંગે ખુલાસો કરવામાં આવ્યો નથી કે વરુણ અને નતાશા આ મહિનામાં કઈ તારીખે લગ્ન કરશે

ઉલ્લેખનીય છે કે વરૂણ ધવન (Varun Dhavan) અને ફેશન ડિઝાઇનર નતાશા દલાલ (Natasha Dalal) ની સગાઈ થઈ ચૂકી છે. તાજેતરમાં જ કરીના કપૂર ખાને તેના રેડિયો શો ‘વોટ વુમન વોન્ટ’ (Vote Woman Want) માં નતાશા દલાલને’ વરુણની મંગેતર ‘ કહીને બોલાવી હતી અને એમાં તેને કોઈ જ વાંધો નહોતો. આ રેડિયો શોમાં વરૂણ ધવન એકલો જ આવ્યો હતો. નતાશા અને વરૂણ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. વર્ષ 2020માં બંનેના લગ્ન થવાની ચર્ચા થઈ હતી. પણ કોરોનાના કારણે હવે 2021માં થશે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન