Varun Dhawan Open up about When Will He marry
  • Home
  • Entertainment
  • Bollywood
  • ગર્લફ્રેન્ડ નતાશા સાથે ક્યારે લગ્ન કરશે વરૂણ ધવન? આપ્યો આ મજેદાર જવાબ

ગર્લફ્રેન્ડ નતાશા સાથે ક્યારે લગ્ન કરશે વરૂણ ધવન? આપ્યો આ મજેદાર જવાબ

 | 3:21 pm IST

બોલીવુડમાં એક પછી એક સ્ટાર્સ લગ્નનાં બંધનમાં બંધાઇ રહ્યા છે. બોલીવુડમાં બેચલરની લિસ્ટમાં વરૂણ ધવનનું નામ સૌથી ઉપર સામેલ છે. આવામાં વરૂણનાં ફેન્સ એ જાણવા ઉત્સુક છે કે તે ક્યારે લગ્ન કરશે. ઉલ્લેખનીય છે કે વરૂણ ધવન પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલને લઇને ચર્ચામાં રહે છે. બંને ઘણીવાર હેંગઆઉટ કરતા, લગ્ન અને પાર્ટીમાં જતા અથવા લંચ ડેટ પર જતા પણ જોવા મળે છે. જો કે વરૂણે ક્યારેય પોતાના રિલેશનને લઇને જાહેર નથી કર્યું.

જો કે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં વરૂણે સ્વીકાર્યું કે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં પોતાની ‘લેડી લવ’નો ઘણો જ સહયોગ છે. જો કે તેણે એ ના કહ્યું કે તે રિલેશનશિપમાં છે કે નહીં. પોતાની ફિલ્મ ‘સુઈ ધાગા’નાં પ્રમોશનમાં ગયેલા વરૂણ ધવને પોતાના લગ્નને લઇને કહ્યું કે, “જ્યારે લગ્ન અને સેટલ ડાઉન થવાનું હું નક્કી કરીશ ત્યારે તમને જરૂર જણાવીશ.”

બોલીવુડમાં અત્યારે પ્રાઇવેટ રીતે સેલેબ્સ લગ્ન કરી રહ્યા છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે સગાઈ કરી છે. તો સોનમ કપૂર-આનંદ આહૂજા, નેહા ધૂપિયા-અંગદ બેદીએ પણ લગ્ન કરી લીધા છે, ત્યારે વરૂણનાં ફેન્સ તેના લગ્નની રાહ જોઇ રહ્યા છે.