Did Varun Dhawan just hint at his wedding date?
  • Home
  • Featured
  • Photos : શું તમે જાણો છો વરૂણ ધવને કાન પાછળ કરાવેલ ટેટૂ ’24’નું રહસ્ય ?

Photos : શું તમે જાણો છો વરૂણ ધવને કાન પાછળ કરાવેલ ટેટૂ ’24’નું રહસ્ય ?

 | 11:50 am IST

એક્ટર વરૂણ ધવને આગામી ફિલ્મ કલંકને લઈને ખુબજ ઉત્સાહીત છે. આ ફિલ્મનું ટીઝર મંગળવારે રિલીઝ થયુ હતુ. આ ટીઝર લૉન્ચ ઇવેન્ટમાં પુરી સ્ટારકાસ્ટ પહોંચી હતી. આ દરમિયાન સૌથી વધુ જે વસ્તુ પર ફોકસ કરવામાં આવ્યુ હતુ તે હતી વરૂણ ધવનનું ટેટુ. વરૂણ ધવને હાલમાંજ તેની કાન પાછળ ટેટુ કરાવેલ છે જેમાં ’24’ લખ્યુ છે.

એક્ટરના આ ટેટુના ફોટાઓ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યા છે. વરૂણ ધવનના આ ટેટુને લઈને જાતજાતની અટકળો લગાવવામાં આવી રહી છે. કેટલાક લોકો માને છે વરૂણ ધવન લગ્ન કરવાનો છે બની શકે તે તારીખે લગ્ન કરવાનો હોય. કેટલાક માની રહ્યા છે કે વરૂણ ધવનની આગામી ફિલ્મ જેનો આતુરતાથી ઇંતજાર થઈ રહ્યો છે તે ફિલ્મ ‘સ્ટ્રીટ ડાંસર 3’ડીની રિલીઝ ડેટ હોય.

વરૂણની જન્મતારીખ 24 એપ્રીલ છે. તો એવુ પણ બની શકે કે વરૂણે પોતાની બર્થ ડેટને ટેટુ રૂપે લખાવ્યુ હોય. વરૂણ ધવનના લગ્નની વાત કરીએતો ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરી શકે છે. આ વર્ષે ડિસેમ્બર સુધીમાં બંને લગ્ન કરી લેશે. જો કે આ વાતની અધિકારીક રીતે પુષ્ટિ નથી કરવામાં આવી.

વરૂણની ફિલ્મ કલંકને 17 એપ્રીલે રિલીઝ થશે. ફિલ્મમાં વરૂણ સાથે આલિયા ભટ્ટ, માધુરી દિક્ષીત, સોનાક્ષી સિન્હા, આગિત્ય રોય કપૂર અને સંજય દત્ત જેવા દિગ્ગજ કલાકારો છે. ફિલ્મને અભિષેક વર્મને ડાયરેક્ટ કરી છે. કરણ જૌહર, સાજીદ નડિયાદવાલા, હીરૂ યશ જૌહર અને અપૂર્વ મહેતા ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન