NIFTY 10,118.45 -68.15  |  SENSEX 32,766.18 +-175.69  |  USD 65.1650 -0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અનામત આંદોલન વિશે વરુણ પટેલે કર્યો એવો ધડાકો કે જાણીને ખાઈ જશો આંચકો

અનામત આંદોલન વિશે વરુણ પટેલે કર્યો એવો ધડાકો કે જાણીને ખાઈ જશો આંચકો

 | 3:05 pm IST

પાટીદાર અનામત સમિતિના પૂર્વ કન્વિનર અને ભાજપના નેતા વરુણ પટેલે એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં એવો ધડાકો કર્યો હતો કે આ પાટીદાર અનામત આંદોલન પાછળ આ રાજકીય પક્ષનો હાથ છે. જ્યારે જ્યારે આર્થિક સહકારની જરૂર પડતી હતી ત્યારે ત્યારે તે આ રાજકીય પક્ષ દ્વારા પહોંચતી કરવામાં આવતી હતી.

વરુણ પટેલનું કહેવું છે કે પટેલ અનામત આંદોલનને કોંગ્રેસ તરફથી માતબર રકમ મળતી હતી.તે એનો સાક્ષી પણ રહી ચૂક્યો છે.

હાર્દિકને કોંગ્રેસના એજન્ટ કહેવાનારા વરુણ પટેલે આંદોલન વિશે કહ્યું હતું કે આ પક્ષના નેતાઓ વિશે અત્યારે નામો નહિં આપું, પણ ભવિષ્યમાં હું એ બધાં નામો જાહેર કરીશ.

વરુણ પટેલે એવો સ્પષ્ટપણે ખુલાસો કરતાં કહ્યું હતું કે અનામત આંદોલન પાછળ કોંગ્રેસનો હાથ છે. તેમના દ્વારા જ જરૂર પડે આર્થિક સહાય પૂરી પાડવામાં આવતી હતી. જો હાર્દિક સત્તાવાર રીતે કોંગ્રેસના નેતાઓને સપોર્ટ કરવાનું કહેશે તો હું કોંગ્રેસના નેતાઓના નામ પુરાવા સહિત જાહેર કરીશ. મારે એ કોઈ નામો જાહેર નથી કરવાં, કારણ કે એ પાટીદાર અનામત આંદોલન સમિતિનું સીક્રેટ કહેવાય. પણ જો હાર્દિક કોંગ્રેસને જિતાડવાની નીતિ રાખશે તો આ સીક્રેટ હું જાહેર કરીશ.’

જોકે આ મામલે અનેકવાર કોગ્રેસ નનૈયો ભણી ચૂકી છે. થોડાં દિવસ શક્તિસિંહ ગોહિલે પણ કહ્યું હતું કે પાટીદાર સમાજ સક્ષમ સમાજ છે. તે પોતાની માંગણીઓ માટે આંદોલન ચલાવવા પૂરેપૂરો સક્ષમ છે. આ વાતમાં કોઈ દમ નથી. પણ હવે વરુણે પક્ષના રાજકીય નેતાઓના નામ જાહેર કરવાની ચીમકી આપી છે.