વાસણામાં ખેતરમાં પસાર થતી વીજ લાઇનના તણખા પડતા સો મણ ઘઉના પુળિયા બળીને ખાખ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • વાસણામાં ખેતરમાં પસાર થતી વીજ લાઇનના તણખા પડતા સો મણ ઘઉના પુળિયા બળીને ખાખ

વાસણામાં ખેતરમાં પસાર થતી વીજ લાઇનના તણખા પડતા સો મણ ઘઉના પુળિયા બળીને ખાખ

 | 5:43 pm IST
  • Share

મેઘરજ તાલુકાના વાસણા ગામે વકતાભાઈ રામાભાઈ પટેલના ખેતરમાં શનિવારે બપોરના સમયે ખેતરમાં થી પસાર થતી વીજ લાઈનના વાયર એકબીજા સાથે ટકરાતાં આગના તણખા ઝરતાં ખેતરમાં વાઢીને સૂકવેલ સો મણ જેટલા ઘઉંના પુળીયા બળીને ભસ્મ થઈ જતાં ખેડૂતને રૃ.૪૦ હજારનું નુકશાન થવા પામ્યુ છે.જો સમયસર ગામના માણસો દોડી આવ્યા ન હોતતો નુકશાનનો અંદાજ મોટો હોત.

vasana fire-1

મેઘરજ નજીક આવેલ વાસણા ગામની સીમમાં વકતાભાઈ રામાભાઈ પટેલનું ખેતર આવેલ છે.વકતાભાઈએ પોતાના ખેતરમાં ચાલુ વર્ષે દસ મણ જેટલા ઘઉંનું વાવેતર કર્યુ અતુ અને ઘઉં સુકાવા આવતાં શનીવારે સવારે વકતાભાઈએ પોતાના ખેતરના ઘઉં વઢાયા હતા અને ઘઉંના પુળીયા ખેતરમાં પહોળા કરી સુકવવા મુકયા હતા.વકતાભાઈના ખેતરમાં થઈને ખેતી માટેની વીજ લાઈન પસાર થાય છે પણ આ ખેતરમાં થઈને જતી વીજલાઈનના બે થાંભલા વચ્ચેનું અંતર વધુ હેાઈ લાઈન લાંબી હોવાથી આ લાઈન ઉપર બેસતા પંખી એક સાથે ઉડે ત્યારે લાઈનના તાર એકબીજા સાથે ટકરાય છે અને આગના તણખા ઝરે છે.

ગત શનીવારે વકતાભાઈ સવારે ઘઉં વઢાવીને પુળીયા સુકવીને ઘેર આવ્યા હતા અને ગામમાં ધાર્મિક કાર્યક્રમ હેાઈ આ કાર્યક્રમમાં હાજર હતા ત્યાં બપોરે ત્રણ વાગ્યાના અરસામાં સમાચાર આવ્યા કે તેમના ખેતરમાં રાખેલ ઘઉંના પુળીયા વીજવાયર ટકરાવાથી આગના તણખા ઝરતાં સળગવા માંડયા છે.આ સમાચાર મળતાં જ વાસણા ગામમાં થી રપ જેટલા માણસો દોડયા હતા અને બાકીના સુકવેલા પુળીયા ખસેડી દઈ પાણી તથા રેતીનો મારો ચલાવતાં આગ કાબુમાં આવી હતી પરંતુ ત્યાં સુધીમાં તો સો મણ જેટલા ઘઉંના પુળીયા બળીને ભસ્મ થઈ ગયા હતા.વકતાભાઈએ આ અંગેની જાણ વીજ કુંમાં તથા લગત કચેરીઓમાં પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન