વાસ્તુ અને એના ઘરેલુ સંબંધ (૨) - Sandesh

વાસ્તુ અને એના ઘરેલુ સંબંધ (૨)

 | 1:53 am IST

વાસ્તુમાં ઉત્તર-પિૃમનું શાસન વાયુને સોંપવામાં આવ્યું છે. તેથી આ કોણ વાયવ્ય કોણ કહેવાય છે. વાયુ ગતિ અને ગોચરનું પ્રતીક છે. તે સતત પ્રવાહમાન અને ચલાયમાન રહે છે. પુત્રી જો આ ખૂણામાં આવેલા ઓરડામાં રહેશે તો પોતાની અંદર ર્સ્ફૂિત અને ગતિ મહેસૂસ કરશે અને એને પરિવારની પ્રતિ પોતાના કર્તવ્યો અને જવાબદારીનો બોધ પણ નવી રીતે મળવા માંડે છે.

જયોતિષની દ્રષ્ટિએ પણ જોઈએ તો વાયવ્યનું શાસન ચંદ્ર સંભાળે છે. ચંદ્રનો સંબંધ મનથી છે અને તે માતૃત્વભાવનાનો કારક છે. જો બેટીને વાસ્તુ સંમત ઘરના વાયવ્ય કોણમાં રાખવામાં આવે છે તો જયોતિષ પ્રભાવોના સંદર્ભમાં પણ એ કન્યાની માતાને મનની શાંતિ મળે છે. માતાને મનની શાંતિ મળશે તો સ્વાભાવિક રૂપથી ઘરમાં અમન-ચેનનો માહોલ બનાવવામાં એનાથી પર્યાપ્ત મદદ પણ મળશે. જે પ્રકારે વાયુ ગતિમાન રહે છે, એ પ્રકારે વાયુ શાસિત આ ક્ષેત્રમાં રહેનારી વિવાહ યોગ્ય કન્યાના વિવાહની પણ જયોતિષીય સંભાવનાઓ વધી જાય છે. બેટીના વિવાહની ચિંતાથી ગ્રસ્ત માતા-પિતા માટે આ મોટી રાહતવાળી વાત હશે અને નિશ્ચિતરૂપથી ઘરમાં અમન ચેનની સ્થાપનામાં આપણા મદદગાર સાબિત થશે.

જો પુત્રમાં સુસ્તી, લાપરવાહી, ઉચાટ વગેરે લક્ષણો જોવા મળે તો એને વાસ્તુના દક્ષિણ પૂર્વ ક્ષેત્રમાં રાખવો જોઈએ. આ કોણનું શાસન અગ્નિ કરે છે, તેથી એને અગ્નિકોણ પણ કહે છે. એને આગ્નેય કોણ પણ કહેવાય છે. કેટલાક સમય પછી આપ જોશો કે એ બાળકમાં નવો આત્મવિશ્વાસ જાગ્યો છે. તેઓ પોતાના પર ચઢેલી કૃત્રિમ બાબતથી બહાર આવી રહ્યા છે. જો પુત્ર લગ્ન લાયક હોય તો એને જવાબદારીથી પરિચિત કરાવવા માટે એના લગ્ન કરાવવા જરૂરી છે તો દક્ષિણ-પૂર્વ (આગ્નેય) ક્ષેત્ર જ એના માટે સોમથી અધિક ઉપર્યુક્ત હશે. જયોતિષની દ્રષ્ટિએ દક્ષિણ પૂર્વનું શાસન શુક્ર કરે છે. શુક્રને સુખ, દાંપત્ય સુખ અને કમાણીના સંબંધનો ગ્રહ માનવામાં આવે છે. શુક્ર વિવાહ માટેનો પણ કારક મનાય છે.

આ પ્રકારે દક્ષિણ-પૂર્વ દિશા દાંપત્યના સુખ શાંતિ અને એના ફળ સ્વરૂપ પારિવારિક સુખ શાંતિના યોગદાનમાં પણ સહાયક માનવામાં આવે છે, પરંતુ આગ્નેય કોણ હોવાના લીધે નવ દંપતીએ આ ક્ષેત્રથી દૂર રહેવું જોઈએ. જો કોઈ બાળક દંડ, આક્રમક સ્વભાવવાળું હોય તો એને દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું નહીં. કારણ કે આગ્નેય કોણ હોવાના લીધે આ ક્ષેત્ર બાળકને વધુ હિંસક બનાવી જાણે છે. અશાંત માનસવાળા બાળકને પણ ઉત્તર પિૃમ દિશા અર્થાત્ વાયવ્ય કોણમાં રાખવું જોઈએ નહીં. કારણ કે એનાથી એનું ઘરમાં ટકવું વધુ મુશ્કેલ બનશે.

જો સ્થાનભાવમાં આવા બાળકોને ઉત્તર-પિૃમમાં જ રાખવા પડે તો આ ક્ષેત્રમાં આવેલાઓરડા ઓની આંતરિક સજાવટ આ પ્રકારે મજબૂત કરવી જોઈએ કે જેનાથી એના મન પર અશાંતિકારક બાબતોનો પ્રભાવ ઓછામાં ઓછો પડે.

ઉત્તર પિૃમ દિશામાં પણ કિશોરવયના છોકરાઓને રાખવા ન જોઈએ. કારણ કે પોતાના વિકાસના આ સમયમાં વાયવ્ય ક્ષેત્રમાં રહેવાથી એમનામાં રખડવાની આદત અને આવારગીની પ્રવૃત્તિ વિકસાવવાની અને માતા-પિતાને ચિંતામાં મૂકશે. એટલું જ નહિ. ઘરમાં પણ તેઓ અશાંતિ ઊભી કરશે.

નવ વિવાહિત પુત્રને એની પત્ની સાથે ઉત્તર-પિૃમ ક્ષેત્રમાં રાખી શકાય છે. એમનો ઓરડો બિલકુલ ઉત્તર-પિૃમમાં ન હોઈ એનાથી થોડો દૂર રાખવો જોઈએ. આ ક્ષેત્ર કામ અને રોમાન્સના પ્રતિનિધિત્વમાં આવે છે અને નવદંપતી માટે વાસ્તુ સંમત ઘરમાં એનાથી વધુ અનુકૂળ બીજું કોઈપણ સ્થાન નથી હોતું.