NIFTY 10,350.15 -101.65  |  SENSEX 33,370.76 +-360.43  |  USD 65.0250 +0.35
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • પત્નીના સ્વભાવને શંકાશીલ બનાવે આવા વાસ્તુદોષ

પત્નીના સ્વભાવને શંકાશીલ બનાવે આવા વાસ્તુદોષ

 | 5:30 pm IST

બેડરૂમ ઘરનો સૌથી ખાસ ભાગ હોય છે. આ એવું સ્થાન છે જ્યાં સકારાત્મક ઊર્જાની સાથે સાથે નકારાત્મક ઊર્જા પણ હોય છે. તેવામાં જો બેડરૂમમાં વાસ્તુના નિયમોને પણ અવગણવામાં આવે તો પતિ-પત્નીના જીવનમાં ગંભીર સમસ્યાઓ સર્જાતી રહે છે. આવી સ્થિતીમાં બંને વચ્ચે મતભેદ તેમજ શંકાનો વધારો થતો રહે છે. આવું તમારા જીવનમાં ન થાય તે માટે વાસ્તુની આ આઠ વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

– ટી.વી., એ.સી. જેવા ઉપકરણો રૂમના દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખવા જોઈએ. જો આમ કરવું શક્ય ન હોય તો આવી વસ્તુઓ પર કપડું ઢાંકીને રાખવું જોઈએ.
– બેડરૂમનો દક્ષિણ-પશ્ચિમ ખૂણો ક્યારેય ખાલી ન રાખવો. આ ખૂણામાં ટેબલ-ખુરશી જેવો કોઈપણ સામાન રાખવો જોઈએ.
– બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ અથવા અરીસો રાખવા માટે પૂર્વ અથવા ઉત્તર દિશા શ્રેષ્ઠ છે. આ સિવાય અન્ય દિશામાં અરીસો ન રાખવો.
– બાથરૂમ બેડરૂમની પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં રાખવું. જો આ દિશામાં બાથરૂમ ન હોય તો તેના દરવાજા પર પણ પડદો ઢાંકી રાખવો જોઈએ.
– કપડાં માટેનો કબાટ બેડરૂમમાં ઉત્તર-પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં રાખવો જોઈએ.
– બેડરૂમમાં તિજોરી રાખી હોય તો તેને દક્ષિણ દિશામાં ગોઠવવી જેથી તેને ખોલો તો તે ઉત્તર તરફ ખુલે. આ વ્યવસ્થાથી ઘરમાં ધનની અછત નહીં રહે.
– બેડરૂમમાં વાંચવા-લખવા માટેની વ્યવસ્થા રાખવી હોય તો તે પૂર્વ અથવા પશ્ચિમ દિશા હોવી જોઈએ.
– સારી ઊંઘ માટે જરૂરી છે કે સુતી વખતે માથું હંમેશા પૂર્વ અથવા દક્ષિણ દિશા તરફ રાખવું જોઈએ.