vastu dosha at home then these remedies for salt and alum will work
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ઘરના વાસ્તુદોષને દૂર કરશે એક ચપટી ફટકડી, એકવાર જરૂર અજમાવી જૂઓ

ઘરના વાસ્તુદોષને દૂર કરશે એક ચપટી ફટકડી, એકવાર જરૂર અજમાવી જૂઓ

 | 3:21 pm IST
  • Share

આપણા દેશમાં કુદરતે આપણને ઘણું બધુ આપ્યું છે. આપણી સંસ્કૃતિ આપણને પ્રકૃતિ સાથે જોડાઈને જીવન જીવવાનું શીખવે છે. આપણા સ્વભાવમાં કુદરતી સાથેનું અનોખુ જોડાણ છે. જેના ઉપયોગથી આપણે આપણી આસપાસ રહેલ વાસ્તુદોષને ઠીક કરી શકીએ છીએ. તમે સેંધાલૂણ અને ફટકડીનો ઉપયોગ જાણતા જ હશો આજે આપણે વાસ્તુદોષ દૂર કરવાના ઉપાય જાણીએ.

આખા મીઠાનો પ્રયોગ
વાસ્તુ શાસ્ત્રમાં આખું મીઠું સ્વાસ્થ્ય માટે જ ઉપયોગી નથી, પરંતુ વાસ્તુ દોષ માટે પણ ખૂબ અસરકારક ઉપાય છે. જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનું પ્રમાણ ખૂબ વધારે હોય તો તમે આખા મીઠાનો ઉપયોગ કરી શકો છો. તમે ઘરમાં પોતા કરતી વખતે આખુ મીંઠુ નાંખી તે પાણીથી આખું ઘર સાફ કરો.

થોડા સમય પછી, ઠંડા પાણીથી ફરીથી સાફ કરો. જો ઘરનું શૌચાલય ખોટી દિશામાં હોય, તો કાચની વાટકીમાં થોડું આખું મીઠું નાંખો. બે મહિના પછી તે ડસ્ટબીનમાં ફેંકી દો. આ પ્રક્રિયા કરવાથી શૌચાલયના વાસ્તુદોષને દૂર કરવામાં આવશે.

 જો તમારા મકાનમાં વીજળી મીટર અને વાયરિંગ દક્ષિણ-પૂર્વમાં ન હોય તો, પછી તે વિસ્તારમાં વીજળી મીટરની નજીક આખું મીઠું નાંખો.

ફટકડીના વાસ્તુ શાસ્ત્રીય ઉપયોગ
ફટકડીના બે પ્રકાર છે સફેદ અને ગુલાબી રંગની ફટકડી. ફટકડી પણ એન્ટિસેપ્ટિક છે. તેનો ઉપયોગ અનેક રોગોમાં થાય છે. જો તમને બેડરૂમમાં નકારાત્મક લાગણી અનુભવો છો તો ફટકડી રાખવાથી ફાયદો થશે.

આ વીડિયો જુઓ: જાણો, જલારામ બાપાની જ્યંતિ નિમિત્તે કેવી રીતે કરવુ પૂજન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન