જે ઘરની છત હોય છે આવી ત્યાં પડે છે અનેક મુશ્કેલીઓ - Sandesh
NIFTY 11,010.20 +53.10  |  SENSEX 36,496.37 +145.14  |  USD 68.8400 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • જે ઘરની છત હોય છે આવી ત્યાં પડે છે અનેક મુશ્કેલીઓ

જે ઘરની છત હોય છે આવી ત્યાં પડે છે અનેક મુશ્કેલીઓ

 | 5:14 pm IST

કુંડળીનો 12મો ભાવ ઘરની છતને માનવામાં આવે છે. ઘરની છતને વ્યવસ્થિત રાખશો તો કુંડળીનો 12મો ભાવ પણ સારો થશે તેવું માનવામાં આવે છે. ઘરની છત ઘણાં પ્રકારની હોય છે. જ્યારે છતની વાત કરવામાં આવે ત્યારે 2 છતને ધ્યાનમાં લેવી જોઇએ. એક ઘરનાં અંદરની છત જ્યાં પંખો વગેરે હોય છે અને બીજી છત ઉપરનાં ભાગની છત હોય છે. ચલો જાણીએ કે ઘરની ઉપરની છત કેવી હોવી જોઇએ.

છત મુખ્ય રીતે 3 પ્રકારની હોય છે- સપાટ છત, ઢળતી છત અને ગોળ છત. ત્રણેય છત વાસ્તુ પ્રમાણે બને તો શ્રેષ્ઠ છે. સપાટ છત ઉપર બીજા માળ પણ બનાવી શકાય છે, પરંતુ ઢળતી છત પર આ શક્ય નથી. જો કે કેટલાક મકાનોમાં સપાટ છત અને ઢળતી છત એમ બંને પ્રકારની છત હોય છે. વધારે વરસાદવાળા અને બરફવાળા પ્રદેશોમાં ઢળતી છત જોવા મળે છે.

શહેરોમાં મોટેભાગે સપાટ છતવાળા મકાનો જોવામાં આવે છે. આ છતોમાં ધ્યાન રાખવાની વાત એ છે કે છતનો ઢાળ કઇ તરફ હોવો જોઇએ. છત કે ઘરનો ઢાળ વાસ્તુ પ્રમાણે રાખવો જોઇએ. છતનો ઢાળ દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વની તરફ હોવો જોઇએ. ઘરનાં છતનો ઢાળ આનાથી વિરુદ્ધ ના હોવો જોઇએ. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જેમનું મકાન પશ્ચિમ અથવા દક્ષિણમુખવાળુ હોય તેઓ શું કરે? તેના માટે કોઇ વાસ્તુશાસ્ત્રીને મળીને છતનો ઢાળ કઇ તરફ રાખવો તે નક્કી કરવું જોઇએ.

ઘરની છતમાં ઉજાસ આવવાની જગ્યા ના હોવી જોઇએ. આજકાલ લોકો ઘરની છતમાં કેટલોક ભાગ ઉજાસ માટે ખાલી છોડી દેતા હોય છે. આના કારણે ઘરમાં હંમેશા હવાનું દબાણ બનેલું રહેશે, જે સ્વાસ્થ્ય અને મગજ પર વિપરીત અસર કરે છે.

ઘરની ઊંચાઇ પણ વાસ્તુ અનુસાર હોવી જોઇએ. જો ઘરની ઊંચાઇ 8.5 ફૂટથી નીચી છે તો તે આપના માટે ઘણી મુશ્કેલીઓ લાવે છે અને જીવનમાં આગળ વધવાનું મુશ્કેલ બને છે. ઘર જો નાનું હોય તો તેની ઊંચાઇ ઓછામાં ઓછી 10થી 12 ફૂટ હોવી જોઇએ. આનાથી વધારે ઊંચાઇ રાખવા માટે વાસ્તુશાસ્ત્રીની સલાહ લેવી જોઇએ.

ઘરની છત પર કોઇપણ પ્રકારની ગંદગી ના કરવી જોઇએ. છત પર નકામાં વાંસ કે અન્ય સામાન ના રાખવો જોઇએ. જે લોકોનાં ઘર પર નકામો સામાન રાખવામાં આવતો હોય છે ત્યા નકારાત્મક શક્તિઓનું પ્રમાણ વધારે હોય છે. તે ઘરમાં રહેનારા લોકોનાં વિચારો નકારાત્મક હોય છે અને પરિવારમાં પણ કડવાશ રહેતી હોય છે.

ઘરની છત પર પાણીની ટાંકી ઉત્તર-પૂર્વ દિશા તરફ રાખવી યોગ્ય નથી. આ કારણે ઘરમાં તણાવ વધે છે અને બાળકોનું મન ભણવામાં લાગતું નથી. દક્ષિણ-પૂર્વ દિશા અગ્નિની દિશા છે આ કારણે પણ આ દિશામાં પાણીની ટાંકી રાખવી યોગ્ય નથી. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ એટલે કે નૈઋત્ય ખુણો અન્ય દિશાઓ કરતા ઊંચો હોય તે શુભ છે.