Vastu for Stairs Tips According to Vastu for Staircase
  • Home
  • Astrology
  • તમારા ઘરમાં રહેલી સીડીઓ જો કરતી હોય વાસ્તુદોષ તો અટકી જશે પ્રગતિના દ્વાર

તમારા ઘરમાં રહેલી સીડીઓ જો કરતી હોય વાસ્તુદોષ તો અટકી જશે પ્રગતિના દ્વાર

 | 10:29 am IST

વ્યક્તિના જીવનની 3 મૂળભૂત આવશ્યકતાઓ હોય છે રોટી, કપડાં અને મકાન. પહેલી 2 જરૂરિયાતો વ્યક્તિ થોડાં પ્રયત્નોથી પૂરી કરી શકે છે પણ મકાન બનાવવામાં સમય લાગી જાય છે. તેમાં જીવનભરની પૂંજી વપરાય જાય છે. અનેક મુશ્કેલીઓ વેંઠીને જ્યારે મકાન બનાવવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે એ જરૂરી હોય છે કે વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવામાં આવે.

નહિંતર લાખોના ખર્ચ કર્યા પછી પણ બનાવાયેલા એ મકાનમાં સુખચેન મળતું નથી. મકાન ગમે તેટલું સુંદર હોય પણ મકાનમાં રહેલો વાસ્તુ દોષ મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે. આજે ચર્ચા કરીએ સીડીમાં રહેતા વાસ્તુદોષ વિશે.કેવી હોવી જોઈએ સીડી મકાનમાં.

ઘર બનાવતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે સીઢીઓમાં ભૂલથી પણ એવો પત્થર ન લગાવવો જોઈએ કે જે લપસણો હોય. આમ કરવાથી કોઈ સમયે દુર્ઘટનાની આશંકા રહે છે. વળી એ વાસ્તુદોષ ગણાય છે.

આ દિશામાં ન હોવી જોઈએ સીડીઓ
મકાનમાં સીડી જે બનાવવામાં આવે તે દક્ષિણ કે પછી દક્ષિણ પશ્ચિમમાં ક્લોક વાઈઝ પગથિયા આવે તે રીતે બનાવવી જોઈએ. જો એન્ટિ ક્લોક પ્રમાણે સીડી બનાવવામાં આવી હોય તો તે ઘરમાં વાસ્તુદોષ રહી જાય છે. પરિણામે કંકાસ અને ઝગડા રહેનારાનો પીછો છોડતાં નથી. તેનાથી સંતાન પર પણ દુષ્પ્રભાવ પડી શકે છે.

પગથિયાં હમેઁશા વિષમ સંખ્યામાં હોવા જોઈએ
જ્યારે તમે સીડી બનાવો ત્યારે તેમાં પગથિયાં વિષમ સંખ્યામાં બનાવવા જોઈએ. એટલે કે 5,7, 11,21 એ રીતે હોવા જોઈએ. આમ કરવાથી ઘરમાં રહેનારાં લોકોની પ્રગતિ થાય છે.

આવી રીતે ઉત્પન્ન થાય છે વાસ્તુદોષ
જો ઘરમાં સીડી બરાબર દિશામાં ન બનાવી હોય કે તેના પગથિયાની દિશા યોગ્ય ન હોય કે તેના પગથિયાંની સંખ્યા યોગ્ય ન હોય તો વાસ્તુ દોષ પેદા થાય છે. આ વાસ્તુદોષને સત્વરે દૂર કરવો જોઈએ. જો આમ ન કરવામાં આવે તો જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

સીડીઓ ઓછી જગ્યામાં બનાવવા માટે ન આપવા જોઈએ વધું વળાંક
અનેક લોકો જરૂરિયાત અને જગ્યાના ઉપયોગ માટે સીડીને વળાંક વાળી બનાવે છે. તો અનેક લોકો ફેશનમાં પણ આવી સીડી બનાવે છે. સીડીમાં એક કે બે વળાંક હોય તો ઠીક છે પણ વધું વળાંક વાળી સીડી એ વાસ્તુદોષ યુક્ત છે. તેનું ખરાબ ફળ ભોગવવું પડે છે.

સીડીઓ ક્યારેય ઘરમાં વચ્ચોવચ્ચ કે કેન્દ્રસ્થાનમાં ન બનાવવી જોઈએ
સીડીઓ ક્યારેય ઘરમાં વચ્ચોવચ્ચ કે કેન્દ્રસ્થાનમાં ન બનાવવી જોઈએ આમ કરવાથી ઘરના સભ્યોની પ્રગતિ અવરોધાય છે. યાદ રાખો કે સીડીઓ ઘરની બહારની બાજુ હોય કે અંદર તેના પગથિયાની કિનાર તૂટેલી ન હોવી જોઈએ.

સીડીઓની નીચે ન હોવો જોઈએ પૂજા રૂમ કે રસોડું
સીડીઓની નીચે ભૂલથી પણ પૂજા ઘર કે રસોડું કે પછી બાથરૂમ ન બનાવવું જોઈએ. આમ કરવાથી ઘરના સભ્યો રોગી રહે છે. સીડીઓની નીચે સ્ટોર બનાવી શકાય છે.

આ વીડિયો પણ જુઓ: દર્શન કરો સુરેન્દ્રનગરના ફાટસર ગણેશ મંદિરના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન