ઘરમાં રાખો આ દિશામાં મની પ્લાન્ટ થશે ધન વર્ષા - Sandesh
  • Home
  • Astrology
  • ઘરમાં રાખો આ દિશામાં મની પ્લાન્ટ થશે ધન વર્ષા

ઘરમાં રાખો આ દિશામાં મની પ્લાન્ટ થશે ધન વર્ષા

 | 1:21 pm IST

મની પ્લાન્ટ જેવું કે તેના નામ પરથી જ સંકેત મળે છે કે તે ધન પ્રાપ્તિ કરાવનાર છોડ છે. ઘરમાં મની પ્લાન્ટના પાંદડાનું સ્વરૂપ અને તેના રંગના આધાર પર ઘરમાં ધનની આવક ઘટતી અને વધતી રહે છે. એવી માન્યતા છે કે મની પ્લાન્ટ જેટલુ વધે છે તેટલી જ ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં મની પ્લાન્ટ રાખવાની સાચી દિશા વિશે જણાવવામાં આવ્યું છે. આવો જાણીએ કઇ દિશામાં મની પ્લાન્ટને રાખવામાં આવે તો શુભ થાય અને કઇ દિશામાં રાખીએ તો અશુભ થાય છે.

વાસ્ત્રુ શાસ્ત્ર પ્રમાણે મની પ્લાન્ટને ભૂલથી પણ ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો નહી. જો તમે આ દિશામાં મની પ્લાન્ટ મુક્યો છે તો ધન લાભની જગ્યાએ તમને ભારે નુકસાન ભોગવવું પડી શકે છે. સાથે આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી પરિવારના સભ્યોની વચ્ચે અણબનાવ થઇ શકે છે.

તદ્ઉપરાંત મની પ્લાન્ટને પૂર્વ-પશ્ચિમની દિશામાં પણ મુકવો જોઇએ નહીં. આ દિશામાં પણ મની પ્લાન્ટ મુકવાથી ધન પ્રાપ્તિની જગ્યાએ નુકસાન ભોગવવું પડી શકે છે.

વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટ ઉછેરવું શુભ માનવામાં આવે છે. પરંતુ ઘરમાં જ્યારે પણ મની પ્લાન્ટ ઉછેરો તો એ વાતનું ધ્યાન રાખો કે તેની વેલ જમીનમાં ફેલાય નહી. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકે છે.

મની પ્લાન્ટ રોપવાની સૌથી શુભ દિશા દક્ષિણ-પૂર્વની દિશા છે. આ દિશામાં આ છોડ રોપવાથી ક્યારેય પણ ધનની ઉણપ રહેશે નહી અને ઘરમાં સુખ શાંતિ હંમેશા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.