vastu shastra for temple at home vastu tips related to idol of god home
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ઘરમાં મંદિરની સ્થાપના કરતા પહેલા યાદ રાખો આ નાની નાની વાત, વાસ્તુદોષ ક્યારેય નહી લાગે

ઘરમાં મંદિરની સ્થાપના કરતા પહેલા યાદ રાખો આ નાની નાની વાત, વાસ્તુદોષ ક્યારેય નહી લાગે

 | 6:30 pm IST
  • Share

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં પૂજા સ્થાનનું ખુબજ મહત્વ રહેલુ છે. ઘરમાં મંદિર સાથે જોડાયેલી કેટલીક ભૂલો કરવાથી ખુબજ મોટુ નુકસાન થાય છે. હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજનનું વિશેષ મહત્વ છે ઘરમાં કઇ મૂર્તિ ક્યાં રાખવી અને કઇ દિશામાં રાખવી વાસ્તુશાસ્ત્રમાં વિસ્તૃત વર્ણન આપવામાં આવેલ છે.

વાસ્તુ અનુસાર જો ઘરમાં શિવલિંગની સ્થાપના કરો તો એકલુ શિવલિંગ ન પધરાવશો સાથે આખા શિવ પરિવારની મૂર્તિની સ્થાપના કરો. ઘરમાં દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે શિવ પરિવારની મૂર્તિ કે તસવીર લગાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. ભગવાનની એવી કોઇ મૂર્તિની સ્થાપના ન કરો જે રૌદ્ગ સ્વરૂપની હોય. યુદ્ધ અને શસ્ત્રધારણ કરેલ મૂર્તિઓ પણ અશુભ ફળ આપે છે.

ઘરમાં મંદિર હંમેશા ઉત્તર-પૂર્વ સ્થાને રાખો. બેડરૂમમાં ક્યારેય કોઇ ભગવાનની મૂર્તિને રાખશો. રાધા-કૃષ્ણની મૂર્તિ રાખી શકો છો. ઘરમાં પૂજા સ્થળે ક્યારેય ખંડિત મૂર્તિની સ્થાપના ન કરશો.

ઘરમાં પૂજા સ્થળે એક જ ભગવાનની એક કરતા વધારે મૂર્તિઓની સ્થાપના ન કરશો. તેનાથી મોટો વાસ્તુદોષ લાગે છે. પૂજા ઘરને ક્યારેય પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ન રાખશો. પૂજા ઘરની પાસે શૌચાલય કે બાથરૂમ ન હોવો જોઇએ.

સીડીઓની નીચે ભૂલથી મંદિર ન બનાવશો. ઘરમાં બેસેલા ગણેશજી અને કાર્યસ્થળે ઉભા ગણેશજીનું ચિત્ર લગાવવુ. ઘરકે કાર્ય સ્થળ પર ગણપતિની પ્રતિમા લગાવો તો ધ્યાન રાખો કે મૂર્તિનું મુખ દક્ષિણ દિશા કે નૈઋત્ય ખુણામાં હોવુ જોઇએ નહી. આનાથી વિપરીત અસર પડે છે. ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

આ  વીડિયો  જુઓ: દર્શન કરો અમદાવાદના બાપુનગરમાં આવેલ દેવ હનુમાનના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન