these things will be poor, Vastu Shastra Tips For Kitchen
  • Home
  • Astrology
  • જો તમારા રસોડામાં પણ હશે આ વસ્તુઓ તો થઈ જશો કંગાળ, દરિદ્રતા લેશે ભરડો

જો તમારા રસોડામાં પણ હશે આ વસ્તુઓ તો થઈ જશો કંગાળ, દરિદ્રતા લેશે ભરડો

 | 11:28 am IST

રસોડું ઘરનો ખુબજ મહત્વનો ભાગ. જ્યાંથી સમૃદ્ધિ આવે છે. વાસ્તુમાં પણ રસોડાનુ સ્થાન, દિશા અને ત્યાં હાજર રહેનારી દરેક વસ્તુ વિશે વિસ્તારથી બતાવ્યુ છે.રસોડામાં વાસ્તુદોષ હોવાથી ઘર પર હંમેશા અશુભ છાયા બની રહે છે. આવો જાણીએ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના રસોડામાં ક્યા કયા નિયમોનુ પાલન કરવુ જોઈએ.

આ પણ વાંચો: નવરાત્રિમાં કેવી રીતે કરશો કળશ સ્થાપન, જાણો શુભ મૂહુર્ત અને નિયમ

રસોડામાં ભૂલથી પણ મંદિર ન બનાવવુ જોઈએ. જે ઘરના રસોડામાં મંદિર હોય છે ત્યા હંમેશા તણાવ રહે છે. રસોડુ અને બાથરૂમ એક લાઈનમાં હોવુ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘર પર નકારાત્મકતા ઉભી થાય છે. જેને કારણે ઘરના સભ્યો વચ્ચે લડાઈ-ઝગડો થતો રહે છે.

ઘરના મુખ્ય દરવાજાની ઠીક સામે રસોડુ ન હોવુ જોઈએ. વાસ્તુશાસ્રમાં તેને અશુભ માનવામાં આવે છે. ક્યારેય પણ રસોડામાં સ્નાન કર્યા વગર પ્રવેશ ન કરવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે. ઘરેથી વાસ્તુ દોષને દૂર કરવા માટે હંમેશા ભોજનનો પ્રથમ ભાગ ભગવાન અને ગાયને સમર્પિત કરવો જોઈએ. આવુ કરવાથી વાસ્તુ દોષ ઓછો થાય છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ મુખ્ય દરવાજા કે પછી ઘરની સામે મંદિર કે કોઈ અન્ય ધાર્મિક સ્થળ ન હોવુ જોઈએ. આવુ થતા ઘરના સ્વામી માટે શુભ નથી માનવામાં આવતુ. કોઈપણ ભોગે ઘરની સામે ગંદુ પાણી એકત્ર ન થાય અને ન તો તે વહે તે ખાસ ધ્યાન રાખવું. જે ઘરની સામે ગંદુ પાણી વહે છે કે પછી કિચડ કે ગંદકી કાયમ રહે છે. એ પરિવારને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. પરિવારમાં ઉદાસીનુ વાતાવરણ કાયમ રહે છે.

આ Video જુઓ: દર્શન કરો મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન