સમૃદ્ધિ અને શાંતિમાં વધારો કરશે વૃક્ષ, આ નિયમાનુસાર ઘરમાં બનાવો બગીચો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • સમૃદ્ધિ અને શાંતિમાં વધારો કરશે વૃક્ષ, આ નિયમાનુસાર ઘરમાં બનાવો બગીચો

સમૃદ્ધિ અને શાંતિમાં વધારો કરશે વૃક્ષ, આ નિયમાનુસાર ઘરમાં બનાવો બગીચો

 | 2:38 pm IST

ઘરની શોભામાં વધારો કરે છે લીલાંછમ વૃક્ષ અને છોડ. એટલા માટે જ લોકો પોતાના ઘરમાં જગ્યા અને સગવડતાં અનુસાર ગાર્ડન અવશ્ય બનાવે છે. કોઈક જ ઘર એવું જોવા મળશે જ્યાં એક પણ પ્રકારના છોડ કે ઝાડ નહીં હોય. આંગણાંમાં મોટો બગીચો બને તેટલી જગ્યા ન હોય તો લોકો બાલ્કનીમાં કુંડા રાખી તેમાં છોડ વાવે છે. સામાન્ય રીતે દરેક ઘરમાં તુલસી, એલોવેરા, ફુલ આપે તેવી વેલ જોવા મળે છે. આ સિવાય ઘરની આસપાસ બહાર મોટા વૃક્ષ પણ વાવેલા હોય છે. આ વૃક્ષ અને છોડ ઘરના વાસ્તુ પર પણ અસર કરે છે. શાસ્ત્રોનુસાર ઘરમાં છોડ વાવતી વખતે કટેલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ નિયમોનું ધ્યાન રાખવામાં ન આવે તો વાસ્તુ દોષ લાગે છે. જેના કારણ વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમને પણ ઘરમાં છોડ અને વૃક્ષ રાખવાનો શોખ હોય તો જાણી લો કે તમારા ઘરમાં તો નથીને એવી વ્યવસ્થા જે વાસ્તુ દોષ ઊભા કરે છે.

– ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સૂકાઈ નહીં એનું ધ્યાન રાખવું. તેનાથી સારું ભાગ્ય સુનિશ્ચિત થાય છે.
– ફળ આપતાં વૃક્ષ પૂર્વ દિશામાં જ ઉગાડવા જોઈએ.
– ઊંચા વૃક્ષને મકાનના નૈઋત્ય ખૂણામાં રોપવા. તેનાથી જીવનમાં સ્થિરતા આવશે અને કામમાં પ્રગતિ થશે.
– વેલ કે પછી નાના છોડ જેને આધારની જરૂર હોય તેને ઘરની મુખ્ય દીવાલની સામે ઉગાડવા નહીં.
– ઘરની બિલકુલ સામે કોઈ ધાર્મિક સ્થાન હોય તો મુખ્ય દરવાજાને છોડીને સામે વૃક્ષ લાઈનમાં ઉગાડો.
– ફકત બે જ ડાળખી ધરાવતું વૃક્ષ મકાનની સામે હોય એ સારું નથી.
– ઘરની સામે 2,4,6 એમ બેકી સંખ્યામાં જ વૃક્ષ ઉગાડવા જોઈએ.
– ઘરની બિલકુલ સામે પાંદડા વિનાનું કે સુકાયેલું વૃક્ષ ન હોવું જોઈએ.
– કેળ, પપૈયું, આંબો, અનાનસ અને લીંબુનાં વૃક્ષને કમ્પાઉન્ડમાં ન ઉગાડવા.
– નાળિયેરી અને લીંબુનાં વૃક્ષને બગીચાની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ઉગાડી શકાય.
– તમારી જમીન પરથી કોઈ વૃક્ષ હટાવો ત્યારે તેને દૂર કર્યાના ત્રણ મહિનામાં નવું વૃક્ષ અચૂક વાવી દેવું. નહીં તો જમીનને વાસ્તુદોષ લાગે છે.
– પવિત્ર ગણાતાં વૃક્ષ ભાદરવા અથવા મહા મહિનામાં કાપવા નહીં.