According Vastu Tips For Home Decor And Bedroom Vastu
  • Home
  • Astrology
  • ઘરમાં ભૂલથી પણ ન લાવો આ વસ્તુઓ નહીં તો એક એક પૈસા માટે તરસી જશો

ઘરમાં ભૂલથી પણ ન લાવો આ વસ્તુઓ નહીં તો એક એક પૈસા માટે તરસી જશો

 | 12:12 pm IST

જીવન જીવવા માટે પૈસા ખુબજ જરૂરી છે. સુખ સમૃદ્ધિ હોય તો જીવન ખુબજ સરળ બની જાય છે. સુખ મેળવવા માટે અને ધન કમાવવા માટે લોકો જાત જાતના ઉપાયો કરે છે. પણ ક્યારેક ક્યારેક અજાણતાંજ એવી ભૂલો કરીએ છીએ જેનાથી આપણા ઘરની સુખ અને શાંતિ ચાલી જશે.આપણે આપણા ઘરને સજાવવા માટે અલગ અલગ વસ્તુઓ લાવીએ છીએ. જેનાથી ક્યારેક આપણને ફાયદો થવાના બદલે નુકસાન વધારે થાય છે.

આજે તમને જણાવીશું કે ઘરમાં એવી કઈ વસ્તુઓ લાવવાથી ઘરમાં થશે મોટુ નુકસાન. આર્થિક સંકટ ચારેતરફ ઘેરી વળશે. વાસ્તુ અનુસાર રસોડામાં ક્યારેય દૂધને ખુલ્લુ ન મુકશો આનાથી આર્થિક સંકટ આવશે. દૂધને હંમેશા ઢાંકીને રાખો. બોનસાઈ અને કાંટાવાળા ફૂલ છોડ ઘરમાં ન લગાવો. આનાથી ઘરનું વાસ્તુ બગડી જાય છે અને નકારાત્મક ઉર્જાનો ઘરમાં વાસ થવા લાગે છે.

ઘરમાં રામાયણ અને મહાભારતની ઘટનાઓ વાળી તસવીરો ક્યારેય ન લગાવશો. ઘરના ઉત્તર પૂર્વી ભાગમાં ભારે ભરખમ મૂર્તિઓ ક્યારેય ન રાખો. શયમકક્ષ એટલેકે બેડરૂમમાં બેડની નીચે બૂટ-ચપ્પલ ન રાખશો આવુ કરવાથી માનસિક પરેશાનીઓ આવશે. તમારૂ મન સતત વ્યગ્ર રહેશે. કોઈ એવી વાત જે તમને સતત મનમાં કોરી ખાશે.

લોખંડના કબાટ કે અલમારીને ક્યારેય પથારીની પાછળ ન રાખશો. એ પણ ધ્યાન રાખો કે લોખંડની વસ્તુઓ તમારા પલંગ પર ન હોય. ઘરની વચે પાણીની ટાંકી, હેન્ડપંપ, ઘડો કે બીજા જળના સ્ત્રોતને ન રાખો આવું કરશો તો પાયમાલ થઈ જશો.

ધનની સંપત્તિ તેમજ પારિવારિક સુખ શાંતિમાં ભંગ કરે તેવુ ડૂબતુ જહાજ ક્યારેય ઘરમાં ન રાખશો. દાન અને પૂજા માટે ઘરમાં લાવવામાં આવેલી વસ્તુઓને ઘરમાં વધારે સમય ન રાખશો. દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓને ઘરમાં ક્યારેય ન રાખશો.

આ સિવાય મનને વિક્ષીપ્ત કરીદે તેવી તસવીરો ક્યારેય ઘરમાં ન લગાવશો. આનાથી માનસિક અજંપો આવશે અને ઘરનું વાતાવરણ ભારે ભરખમ થઈ જશે.

આ Video જુઓ: દર્શન કરો અમરેલીના કુંભનાથ મહાદેવના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન