જીવનમાં સુખ-સમૃદ્ધિ વધારના ઘરના આ સ્થાનને રાખો સ્વચ્છ - Sandesh
  • Home
  • Astrology
  • જીવનમાં સુખ-સમૃદ્ધિ વધારના ઘરના આ સ્થાનને રાખો સ્વચ્છ

જીવનમાં સુખ-સમૃદ્ધિ વધારના ઘરના આ સ્થાનને રાખો સ્વચ્છ

 | 6:53 pm IST

ઘરનો દરેક ખૂણો કોઈના કોઈ ગ્રહ સાથે જોડાયેલો હોય છે. ઘરના બધા ખુણાને વ્યસ્થિત કરીને તમે તમારી કુંડળીને સારી બવાની શકો છો. જે ગ્રહ કુંડળીમાં નબળો હોય તો તેને સંબંધિત ઘરની અમુક જગ્યાને સુધારીને કુંડળીનાં ગ્રહોને મજબૂત કરી શકો છો. જો ઘરના કોઈ પણ હિસ્સમાં કંઈક ખામી હશે તો કુંડળી સંબંધિત ગ્રહોને અસર થાય છે.

ઘરનો મુખ્ય દરવાજો :

ઘરનો મુખ્ય દરવાજો તમારી કુંડળીનો સૂર્ય છે. આ જગ્યાને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. આ સ્થાન પર સૂર્યનો પ્રકાશ પડવો જોઈએ. તેનાથી તમારું માન-સન્માન વધશે. તેમજ પોતના ધર્મનું પ્રતિક ચિન્હ લગાવવું.

ઘરનો ડ્રોઈંગ એરિયા :

ઘરનું આ સ્થાન ચંદ્ર સાથે સંબંધ રાખે છે. આ સ્થાનને હંમેશા સુંગધિત રાખવું. બહુ સામાન રાખવો જોઈએ નહીં. તેનાથી ઘરની મહિલાઓની માનસિક સ્થિતી સારી નથી રહેતી.

રસોડું :

ઘરનું આ સ્થાન મંગળ અને સૂર્ય સાથે સંબંધ રાખે છે. આ સ્થાન પર સૂર્ય પ્રકાશ આવવો જોઈએ. તેમજ બધી વસ્તુંઓ સારી રીતે રાખવી. તેમજ બને ત્યાં સુધી રસોડાનો કલર લાલ અથવા નારંગી રાખવો જોઈએ. તેનાથી ઘરમાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે.

બેડરૂમ :

ઘરનું આ સ્થાન શુક્ર સાથે સંબંધ રાખે છે. આ સ્થાન પર લાઈટ કલર કરવો જોઈએ. તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ વધારો થાય છે.

ઘરનું પૂજાનું સ્થાન :

આ સ્થાન બુધ અને શનિ સાથે સંબંધ રાખે છે. આ સ્થાન હંમેશા પવિત્ર રહે તેનું ધ્યાન રાખવું. તેમજ મંદિરમાં વધારે મૂર્તિઓ રાખવી જોઈએ નહીં. તેમજ સંધ્યા સમયે પૂજા કરવી.

બાથરૂમ :

આ સ્થાન રાહુ કેતુ અને શનિ સાથે સંબંધ રાખે છે. આ સ્થાન પર પાણીનો વપરાશ ઓછો કરવો. તેમજ બને ત્યાં સુધી હવા અને પ્રકાશ આવે તેવી વ્યસ્થા કરવી. બાથરૂમનો દરવાજો ક્યારે ખુલ્લો ન રાખવો જોઈએ.