ઘરમાં આ જગ્યાએ મૃતકની તસવીર લગાવવાથી ક્યારે દૂર નહીં થાય વાસ્તુદોષ - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0800 -0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ઘરમાં આ જગ્યાએ મૃતકની તસવીર લગાવવાથી ક્યારે દૂર નહીં થાય વાસ્તુદોષ

ઘરમાં આ જગ્યાએ મૃતકની તસવીર લગાવવાથી ક્યારે દૂર નહીં થાય વાસ્તુદોષ

 | 5:50 pm IST

અત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરમાં પરિવારના મૃત લોકોની તસવીરોને લગાવે છે કેમ કે, લોકોની લાગણી તેની સાથે જોડાયેલી હોય છે. આ કારણે પરિવારનાં સભ્યના નિધન પછી તેમની યાદગીરી માટે તેમની તસવીર લગાવવામાં આવે છે. કેટલાંક લોકો ઘરે પૂજા સ્થાનમાં પોતાના પૂર્વજોની તસવીરો રાખે છે. પરંતુ શાસ્ત્રોનાં અનુસાર, આવું ન કરવું જોઈએ. એટલું જ નહીં આવું કરવાથી ઘરમાં કરવામાં આવતી પૂજાનું ફળ નથી મળતું અને સકારાત્મક ઉર્જા પણ ઘરમાં પ્રવેશ નથી કરતી. આજે અમે તમને તેની સાથે સંકળાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવીશું.

જો તમે ઘરમાં કોઈ પણ મૃત સભ્યોની તસવીરને ઘરમાં લગાવા માંગતા હોય તો તેના માટે ઉત્તર દિશા શુભ રહે છે. અંહી મૃતકોની તસવીર લાગાવી શકાય છે, પરંતુ મંદિરમાં ક્યારે મૃત વ્યક્તિનો ફોટોના મુકવો જોઈએ નહીં. મંદિરમાં મૃતકનો ફોટો લગાવવાથી દેવી-દેવતાઓની પૂજા સફળ નથી થતી. સાથે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે, જેના કારણે કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી અને ખરાબ સમયનો સામનો કરવો પડી શકે છે.

ધ્યાનમાં રાખવું કે પૂજા કરનારી વ્યક્તિનું મોઢું પશ્ચિમ દિશાની તરફ રાખવું શુભ માનવામાં આવે છે. તે સિવાય પૂજા સ્થળનો દરવાજો પૂર્વ દિશાની તરફ હોવો જોઈએ. જો તે સંભવ ના હોય તો પૂજા કરતી વખતે વ્યક્તિનું મોઢુ પૂર્વ દિશાની તરફ રાખવું, તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થશે.

ઘરમાં મંદિરને એવી જગ્યાએ બનાવવું જોઈએ, જ્યાં દિવસ દરમિયાન થોડીક વાર માટે સૂર્યનો પ્રકાશ પડે. જે ઘરમાં સૂર્યની રોશની અને તાજી હવા આવતી હોય ત્યાં વાસ્તું દોષ દૂર થઈ જાય છે. સૂર્યના પ્રકાશથી વાતાવરણમાં નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

ઘરમાં જે સ્થાન પર મંદિર છે, ત્યાં ચામડાથી બનેવી વસ્તું, ચપ્પલ લઈ જવા નહી. પૂજાના રૂમમાં પૂજા સાથે જોડાયેવી સામગ્રી રાખવી જોઈએ. અન્ય કોઈ વસ્તુ રાખવી નહીં.