ઘરમાં રાખેલી આ વસ્તુઓ નોંતરે છે દુર્ભાગ્ય - Sandesh
NIFTY 10,417.15 +14.90  |  SENSEX 33,940.44 +60.19  |  USD 65.3100 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ઘરમાં રાખેલી આ વસ્તુઓ નોંતરે છે દુર્ભાગ્ય

ઘરમાં રાખેલી આ વસ્તુઓ નોંતરે છે દુર્ભાગ્ય

 | 3:02 pm IST

ઘરમાં રાખેલી વસ્તુઓનો સારો અને ખરાબ પ્રભાવ હોય છે. અનેકવાર જાણતાં કે અજાણતાં એવી વસ્તુઓ ઘરમાં થઈ જતી હોય છે કે જેના કારણે આર્થિક નુકસાની થવા લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલી આ વસ્તુઓના કારણે ઘરમાં લક્ષ્મી નથી ટકતી અને કોઈને કોઈ કારણે નુકસાની થતી જ રહે છે. આ કારણો નીચે દર્શાવ્યાનુસાર છે.

1.ઘરના મંદિરમાં ક્યારેય કોઈપણ ભગવાનની મૂર્તિ આમને સામને ન રાખવી જોઈએ. મંદિરમાં મૂર્તિની ગોઠવણ આવી હશે તો આવકના સાધનો ઘટવા લાગે છે અને ખર્ચ વધવા લાગે છે.

2.ઘરમાં ક્યારેય બંધ કે ખરાબ થયેલા વિદ્યુત ઉપકરણો ન રાખવા. તેનાથી પણ ધન સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ઘરમાં કોઈપણ રૂમમાં બંધ ઘડિયાળ પણ ન રાખવી જોઈએ.

3.કોઈપણ ભગવાનની ખંડિત મૂર્તિ ઘરમાં ન રાખવી. તુટેલી મૂર્તિના કારણે ઘરમાં હંમેશા આર્થિક સંકડામણ રહે છે. જો ભગવાનના ફોટા ફાટી ગયા હોય તો તેને પણ નદીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ.

4.કોઈપણ પ્રકારનો તુટેલો કાંચ પણ નુકસાન કરે છે, તેમાં પણ તુટેલો અરીસો ભુલથી પણ ન રાખવો. તુટેલા અરીસામાં મો જોવાથી પણ અપશુકન થાય છે.

5.ઘણા લોકોને ઘરમાં ફુલ-છોડ રાખવાનો શોખ હોય છે. આ શોખ તો સારો જ છે પરંતુ એક વાત યાદ રાખવી કે તે છોડમાં કોઈ કાંટાવાળા છોડ ન હોય. જો આવું કરશો તો અનેક પ્રયાસ કરવા છતાં ઘરમાં બરકત દેખાશે નહીં.