NIFTY 9,459.75 +31.85  |  SENSEX 30,618.69 +153.77  |  USD 64.5600 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આ વાસ્તુ Tips ઘરની આવકને કરી દેશે બમણી

આ વાસ્તુ Tips ઘરની આવકને કરી દેશે બમણી

 | 3:00 pm IST

વાસ્તુશાસ્ત્રની અસર દરેકના જીવન પર થાય છે. તેના નિયમોનું અનુકરણ કરવામાં આવે તો વ્યવસાયમાં પણ ધારી સફળતા પ્રાપ્ત કરી શકાય છે. આજે એવા જ કેટલાક નિયમો વિશે તમને જાણવા મળશે જેનાથી ધંધા-રોજગારમાં લાભ થાય છે. વેપાર-ધંધામાં ચડતી-પડતી આવે જ છે પરંતુ વાસ્તુના કેટલાક નિયમો તમને મોટા નુકસાનમાંથી બચાવી લે છે.

– દુકાન કે ઓફિસના ઈશાન ખૂણાને હંમેશા ખાલી રાખવો. તેમજ અહિં સાફ-સફાઈનું પણ વિશેષ ધ્યાન રાખવું.
– ફેક્ટરી કે ઓફિસની સામે થાંભલો કે દાદર ન હોવા જોઈએ. જો આવું કંઈ મુખ્ય દરવાજા સામે હોય તો રોજ દુકાન કે ઓફિસના ગેટ પર તાજા ફુલ અને આસોપાલવના પાંદડાનું તોરણ લગાવવું.
– દુકાનમાં વજન કાંટા જેવી વસ્તુઓને પશ્ચિમ અથવા દક્ષિણ તરફની દિવાલ પાસે રાખવું જોઈએ.
– જો કામના સ્થળે દાદર હોય તો ખાસ ધ્યાન રાખવું કે તે ઈશાન ખૂણામાં ન હોય. આવું થાય તો તેનું પરીણામ ખરાબ આવે છે. જો દાદરના કારણે વાસ્તુદોષ સર્જાતો હોય તો તેની નીચે વિંડ ચાઈમ લગાવવું જોઈએ.
– દુકાનમાં બે શટર હોય તો બંનેને ખુલા રાખવા જો તેમ કરવું શક્ય ન હોય તો ઈશાન ખૂણા તરફનું શટર ખુલ્લું રાખવું.
– દુકાનમાં ભગવાનનું એક મંદિર અવશ્ય રાખવું. રોજ સવારે અને સાંજે ત્યાં દીવો અવશ્ય કરવો.
– આવક વધારવા માટે દુકાનના ગલ્લામાં લક્ષ્મીજીનો ફોટો અવશ્ય રાખવો, જો શક્ય હોય તો સોના અથવા ચાંદીનો સિક્કો રાખવો. તેને વધારે લાભકારક માનવામાં આવે છે.

1