ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા એક પછી એક લાવે મુશ્કેલીઓ, દરેક કાર્ય આદર્યા અટકી પડે

ઘર એક એવી જગ્યા જ્યાં શાંતિ મળે. ગમે તેવા થાકેલા હો અને ઘરમાં આવીને આરામ કરતા થાક દૂર થવા લાગે. એટલે જ તો કહેવાય છે ધરતીનો છેડો એટલે ઘર. ઘરની આસપાસના સ્થાન પર ક્યાંક નકારાત્મક ઉર્જા હોય તો જીવનમાં સમસ્યાઓ વધવા લાગે છે. પરિવારની શાંતિનો ભંગ થાય છે. તકરાર વધે છે અને ઘરમાં રહેવુ મુશ્કેલ થઇ જશે. આર્થિક સમસ્યા વધવા લાગે છે.
એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ આવે છે. આથી ઘરમાં નકારાત્મક ઉર્જાને દૂર કરવી ખુબજ જરૂરી બની જાય છે. આથી તમે વાસ્તુશાસ્ત્રનો સહારો લઇ શકો છો. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક કાર્ય દર્શાવાયા છે જેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સકારાત્મક ઉર્જા વધી જાય છે. પરેશાની તકલીફો દૂર થાય છે. તો ચાલો આજે જાણીએ નકારાત્મક ઉર્જા દૂર કરી સકારાત્મક ઉર્જાને સંચાર કરવાના વાસ્તુના કેટલાક ઉપાય.
જો તમારા ઘરમાં નકારાત્મકતા સતત અનૂભવાતી હોય, તો તેને દૂર કરવા માટે તમારા ઘરના એક ખૂણામાં કપૂર સળગાવો. આ કરવાથી તમામ નકારાત્મકતા દૂર થઈ જાય છે અને તેની સુગંધ તમારા ઘર અને આજુબાજુમાં સકારાત્મક ઉર્જા લાવશે. કપૂર સળગાવવાથી હવામાં હાજર જંતુઓનો નાશ થાય છે.
વાસ્તુમાં રંગોનું વિશેષ મહતવ માનવામાં આવે છે. આથી ઘરમાં રંગો પર ધ્યાન આપવુ જરૂરી છે. ઘરમાં હંમેશા હલ્કા અને આછા રંગોનો ઉપયોગ કરો. એવા રંગ વાપરો જે આંખોમાં ખુંચે નહી. વાસ્તુ અનુસાર ઉત્તર અને ઉત્તર પૂર્વ વિસ્તારમાં નીલા કે વાદળી રંગનો ઉપયોગ કરો. પૂર્વ દિશામાં લીલો રંગ લગાવો આનાથી સકારાત્મક ઉર્જા આવશે.
ઘરમાં કે બાથરૂમમાં ટોયલેટના દરવાજા હંમેશા બંધ રાખો. આ જગ્યા પર સાફ સફાઇની વિશેષ કાળજી રાખો. જ્યારે પણ સ્નાન કરી લો કે બાથરૂમમાં કોઇ કામ ન હોય ત્યારે ભીનાશ કે ભેજ ન રહે તે વાતની ખાસ કાળજી રાખો. ભીનો બાથરૂમ અશુભ કહેવાય છે.
આ વીડિયો જુઓ: જાણો, કઈ સામગ્રી દ્વારા સૂર્યને અર્ધ્ય આપી શકાય
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન