ઘર માટે આ રીતે કરો રંગોની પસંદગી, આવકમાં થશે અધધધ વધારો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ઘર માટે આ રીતે કરો રંગોની પસંદગી, આવકમાં થશે અધધધ વધારો

ઘર માટે આ રીતે કરો રંગોની પસંદગી, આવકમાં થશે અધધધ વધારો

 | 4:49 pm IST

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દરેક વસ્તુ વ્યક્તિને પ્રભાવિત કરે છે. ઘરની દિવાલોના રંગ પણ વિચાર અને કાર્યપ્રણાલીને પ્રભાવિત કરે છે. ઘરના અલગ અલગ રૂમમાં જેવા રંગ હોય છે તે અનુસાર જ ઘરમાં રહેતાં લોકોના વિચારો રહે છે. આ ઉપરાંત ઘરની અન્ય વસ્તુઓ જેવી કે પડદા, ફર્નીચર વગેરેની પસંદગી કરવામાં પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ તમામ વસ્તુઓની પસંદ વાસ્તુ શાસ્ત્ર અનુસાર કરવામાં આવે તો જીવનની નાની-મોટી સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જશે.

પડદાના રંગની પસંદગી
– ઘરની પૂર્વ દિશામાં જે રૂમ હોય ત્યાં લીલા રંગના પડદા લગાવવા જોઈએ, આમ કરવાથી પરીવારના સભ્યોની આવકમાં વૃદ્ધિ થાય છે.

– પશ્ચિમ દિશામાં રૂમ હોય ત્યાં સફેદ રંગના પડદા લગાવવા, તેનાથી દુર્ભાગ્ય દૂર થાય છે.
– ઉત્તર દિશામાં પડતાં હોય તે રૂમમાં બ્લુ રંગના પડદા લગાવવા, ધનહાનિ સર્જતાં યોગ દૂર થશે.
– દક્ષિણ દિશાના રૂમમાં લાલ રંગના પડદા લગાવવા. તેનાથી પરીવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે.

કયા રૂમમાં કેવો રંગ કરાવવો
બેડરૂમ- ગુલાબી, ક્રીમ, પીળો, લીલો રંગ બેડરૂમમાં માટે ઉત્તમ ગણાય છે. આ રૂમમાં લાલ કલર ક્યારેય ન કરવો.
ડાયનિંગ- ઘરના આ સ્થાનમાં કોઈપણ લાઈડ શેડના રંગ કરાવવા.
ગેસ્ટ રૂમ- આ રૂમનો ઉપયોગ અલગ અલગ લોકો કરવાના હોય છે, તેથી ત્યાં સફેદ અથવા અન્ય કોઈપણ લાઈટ શેડનો ઉપયોગ કરવો.
રસોડું- રસોડા માટે સૌથી શ્રેષ્ઠ સફેદ રંગ માનવામાં આવે છે.