સંપત્તિમાં થશે સતત વધારો જો આ ખૂણામાં રાખી હશે તિજોરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • સંપત્તિમાં થશે સતત વધારો જો આ ખૂણામાં રાખી હશે તિજોરી

સંપત્તિમાં થશે સતત વધારો જો આ ખૂણામાં રાખી હશે તિજોરી

 | 4:08 pm IST
  • Share

આકાર અને નિરાકારની દ્વિધામાં ક્યારેક કર્તવ્ય ભૂલાઈ જાય છે. કયા સ્વરૂપને માનવું કે પછી કેટલું માનવું ? જેવા સવાલો ઉદ્ભવે ત્યારે માનવનો પોતાનામાંથી વિશ્વાસ ઓછો થતો હોય તેવું લાગે છે. સમયાંતરે માનવજાતની જરુરિયાતો બદલાતી રહી છે, પરંતુ મૂળભૂત જરુરિયાતો જેવી કે ઓક્સિજન, પાણી, ખોરાક વગેરે તો દરેક સમયે જરુરી રહ્યાં જ છે. આ જ રીતે માનવીની હકારાત્મક ઊર્જાની જરુરિયાત પણ કાયમ રહી છે. ઊર્જાના નિયમો ક્યારેક માનવીના મનમાં દરની ભાવના પણ આપે છે કારણ કે તેને સમજાવવાની રીતો અલગઅલગ છે. વાસ્તુ નિયમોમાં સહુથી ડરામણી દિશા મનાતી દિશા એટલે નૈઋત્ય. નૈઋત્ય દિશા વિષે મોટો ડર વ્યાપે છે.

સર્વ પ્રથમ આ દિશાને સમજી લઈએ. પશ્ચિમ અને દક્ષિણની વચ્ચેની દિશા એટલે નૈઋત્ય. આ દિશા એટલે પવનની દિશા. આ દિશા એટલે સૂર્ય આથમવાનો શરૂ થાય તે દિશા. આ દિશા એટલે તમો ગુણની દિશા. આ દિશા એટલે પૃથ્વી તત્વની દિશા. તો પછી આ દિશા ખરાબ કેવી રીતે? કોઈ પણ દિશા વિના આપણે જગતને પૂર્ણ પણે ઓળખી ન શકીએ. આ દિશાનો પ્લોટનો ખૂણો કાટકોણ હોય તો શ્રેષ્ઠ ગણાય છે. આ ખૂણા નેવું અંશથી નાનો તો ન જ હોવો જોઈએ. વળી આ જગ્યાએથી પ્લોટ પશ્ચિમ કે દક્ષિણમાં બહાર નીકળ્યો હોય તો પણ તે યોગ્ય ગણાતું નથી. નૈઋત્યમાં ટોયલેટ આવેલું હોય તો બીમારી આવે છે તેવી પણ વાત છે.

આ દિશામાંથી પવનો ઘરમાં પ્રવેશે છે. જો ત્યાં ટોયલેટ આવેલું હોય તો ઘરમાં શુદ્ધ હવા નહીં આવે. દૂષિત હવા બીમારી લાવવા સક્ષમ છે. આવું જ આ જગ્યાએ રસોઈ ઘર હોય તો બનશે. આપણે ત્યાં રસોઈમાં વઘાર કરવાની પ્રથા છે. તેલ વળી હવા શ્વાસમાં જતાં જ તકલીફ તો આવશે જ. ઘરમાં સહુથી નબળી વ્યક્તિને આની અસર પહેલાં થશે. જો ત્યાં દાદરો આવતો હોય તો તે પવનની ગતિમાં અવરોધક થશે. તિજોરી નૈઋત્યમાં હોઇ શકે. ઘરની મુખ્ય વ્યક્તિએ નૈઋત્ય દિશા તરફના રૂમમાં જ રહેવું જોઈએ. કારણ કે આ દિશા એટલી પ્રભાવશાળી છે કે ત્યાં રાખેલી વસ્તુનો પ્રભાવ પણ વધી જાય છે. એટલા માટે જ આ દિશામાં તિજોરી રાખવામાં આવે તો તેમાં ધનનો પણ વધારો સતત થાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન