વાસ્તુશાસ્ત્ર અનુસાર ભવન ટેક્નોલોજી - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર ભવન ટેક્નોલોજી

વાસ્તુશાસ્ત્ર અનુસાર ભવન ટેક્નોલોજી

 | 4:44 am IST

ગૃહસ્થે પોતાના ઘરમાં મંદિર બનાવવું ન જોઈએ, પરંતુ પૂજાસ્થળનું નિર્માણ કરાવવું ઉત્તમ મનાય છે. અહીં ગૃહસ્થ અત્યંત મહત્ત્વપૂર્ણ અને દૈનિક દિનચર્યા જેમાં પરિવર્તન કરી વાસ્તુદોષનું નિવારણ કરી શકે છે. જો જાતક એ પ્રમાણે વ્યવહાર કરશે તો એનું જીવન ખુશીમય બની જાય છે. જ્યારે પણ પાણી પીઓ ત્યારે તમારું મોં ઉત્તર-પૂર્વ તરફ રાખવું અને ભોજન પૂર્વ દિશામાં મોં રાખીને કરવું. જ્યારે ઊંઘી જાવ ત્યારે દક્ષિણ દિશામાં માથું અને ઉત્તર દિશામાં પગ રાખવા. ઉપરની વાતો પરિવારના બધા સભ્યો માનશે તો જરૂર લાભ થશે. ખાસ કરીને કુટુંબના વડાએ આ પ્રમાણે જરૂર પાલન કરવું. જાતક નીચેની વાતોનું પણ પાલન કરશે તો જરૂર લાભ મળશે.

જ્યારે પણ પૂજા કરો ત્યારે મુખ ઉત્તર-પૂર્વ કે ઉત્તર-પિૃમ તરફ કરી બેસવું તથા ઉન્નતિ માટે લક્ષ્મી, ગણેશ, કુબેર, સ્વસ્તિક, ૐ, માંગલિક ચિન્હ વગેરેને મુખ્ય દરવાજા પર સ્થાપિત કરવા. જો પાણીની વ્યવસ્થા ઉત્તર પૂર્વમાં ન હોય તો ટયૂબવેલની સ્થાપના કરવી. જો ઘરમાં કોઈ પૂજા સ્થળ ન હોય તો એનું ઉત્તરપૂર્વ (ઈશાન)માં સ્થાપન કરવું. જો મકાનનો ઉત્તર-પૂર્વભાગ ઊંચો હોય તો દક્ષિણ-પિૃમ ભાગને અવશ્ય ઊંચો કરાવવો. જો દક્ષિણ-પૂર્વ, ઉત્તર-પિૃમ કે દક્ષિણ-પિૃમ કોણમાં જળની વ્યવસ્થા હોય તો એને બંધ કરી તેને ઉત્તર-પૂર્વ કોણમાં કરવી.

અંડર ગ્રાઉન્ડ ટેંક બનાવીને ઈશાન કોણમાં તથા ઉપરોક્ત જળટોટીના દ્વારા ટેંકમાં નાંખી પછી પાણીનો વપરાશ કરવો. એવું ન કરી શક્તા હો તો પાણી વાપરવાનું બંધ કરી દો અથવા એના જળની વ્યવસ્થા ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ)માં કરો. દક્ષિણ-પિૃમમાં વધુ પડતા દરવાજા અને બારીઓ હોય તો એને બંધ રાખો.

એ દિશામાં સામાનનો બોજ વધારી દેવો અથવા દરવાજા-બારી ઓછા કરી નાંખવા. ઘરની સજાવટ કરવામાં, દરેક વસ્તુને વ્યવસ્થિત રાખવાની જવાબદારી ગૃહિણીની છે. તેથી વાસ્તુજ્ઞાાનમાં કેટલીક સામાન્ય વાતો એવી છે જેનું પાલન કરવાથી વાસ્તુ સંબંધિત અનેક દોષો દૂર થાય છે. તેથી કઈ દિશામાં શું રાખવાનું છે એ બાબત સ્પષ્ટ કરવામાં આવી છે.

ઘરમાં મધ્ય ચોકવાળી જગ્યા સદા ખાલી અને ચોખ્ખી રાખવા. કારણ કે તે બ્રહ્મનું સ્થાન છે.

ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે પ્રવેશ દ્વાર પર લક્ષ્મી, કુબેર ગણપતિની ર્મૂિત રાખવી.

કચરાને ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર તથા પૂર્વ દિશામાં ભેગો ન થવા દો. કારણ કે ઈશાનકોણ પવિત્ર સ્થાન છે. એટલે અહીં ઝાડું પણ ન રાખવું. એને સદાય ચોખ્ખો તથા ખાલી રાખવાનો પ્રયાસ કરો. કારણ કે આ દિશાને અશુદ્ધ રાખવાથી માનસિક તાણ અને શારીરિક કષ્ટ પડે છે.

ઉત્તર દિશા કુબેરનું સ્થાન છે, તેથી તિજોરી, રોકડા, લોકર આ દિશામાં રાખવા.

ભારે સામાન, સોફાસેટ, અલમારી વગેરે દક્ષિણ-પિૃમમાં રાખવા. પલંગનું માથું દક્ષિણની તરફ રાખવું અને પલંગ દીવાલ સાથે જ રાખવો.

ઘરમાં તુલસી, ચંદન, જૂહી, મોગરો, માલતી અને અનાર (દાડમ) જેવા છોડ અને લતાઓ વાવવા.

રસોડામાં ચૂલો રાખવા માટે પ્લેટફોર્મ દક્ષિણ-પૂર્વમાં રાખવું જોઈએ. એનાથી બાટલો ફાટવો, આગ લાગવાનો પ્રસંગ નહીં આવે.

રસોઈ ઘરમાં પૂજા સ્થળ કદી ન બનાવવું. પૂજાનું સ્થાન ઘરમાં ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ) દિશામાં રાખવું ઉત્તમ છે, તથા ઉત્તર-પૂર્વ દિશામાં ક્યારેય સ્ટોરરૂમ ન બનાવવો.

મહેમાનોને ઉત્તર-પિૃમ (વાયવ્ય) કોણના કમરામાં બેસાડવા. એમને ક્યારેય દક્ષિણ દિશાના ઓરડામાં ન બેસાડવા, નહીં તો એ જવાનું નામ નહીં લે.

રોજના ઉપયોગમાં આવનારું પાણી ઈશાનકોણ પૂર્વ-ઉત્તર તથા ઉત્તર દિશામાં રાખવું. ઘરમાં બોર, બાવળ, લીંબુ અને કાંટાવાળા વૃક્ષો ન વાવવા. કૈકટસ (કાંટાળો છોડ) લગાવવો પણ વર્જિત છે. ઈશ્વરના નિર્મળ રૂપના ફોટા ઘરની અંદર દક્ષિણ દિશા તરફ લગાવવા.

ગૃહિણીએ ઘરની સજાવટ અર્થે કબૂતર, બાજ, સાપ, શિયાળ, ઘૂવડ, ગીધ, ભૂંડ, બકરો, ઝંડો, ઘંટ, વાઘ વગેરેના ફોટા ન લગાવવા. યુદ્ધ, ભૂકંપ, જવાળામુખીના ફોટા લગાવવા પણ વર્જિત છે.

ગૃહિણીએ બાળકો ભણે ત્યારે એમનું મોં ઉત્તરમાં રહે એવી વ્યવસ્થા કરવી. એનાથી માનસિક એકાગ્રતા વધે છે. વળી મેજ (ટેબલ) દીવાલને ન અડે એનું ધ્યાન રાખવું.

ભૂમિ ખરીદતાં પહેલાં વાસ્તુના નિયમો પ્રમાણે એનું પરીક્ષણ કરવું જરૂરી છે. એની આકૃતિ તથા કોણો વગેરેની અવશ્ય તપાસ કરવી જોઈએ અથવા કોઈ વાસ્તુ વિજ્ઞાાનીનો સંપર્ક કરવો.

એ માટે ખોદકામ, પાણીનો ખાડો, ઢાળ, ગંધ, પૃથ દર વગેરે વિધિઓ પ્રયોગમાં લાવી શકાય છે.

મકાન બાંધતા પૂર્વે ભૂમિને જાગૃત કરીને શુભ મુહૂર્તમં ભૂમિ પૂજન, પાયાની પૂજા કરાવવી જોઈએ. તથા મકાન પૂર્ણ થઈ જાય ત્યારે વાસ્તુ પૂજા, ગાયત્રી જાપ, ગણપતિ પૂજા, રુદ્ર, વિષ્ણુ પૂજન, નવગ્રહ પૂજન અને ગ્રહશાંતિ કરાવવી જોઈએ.

ભવન એવું બનાવવું જોઈએ કે એમાં રહેનારને કુદરતી પ્રકાશ, પ્રાકૃતિક વાયુ અને સ્વચ્છ વાયુ સતત મળતાં રહે. ભવન એવું બનાવવું કે સવારના સૂર્યના કિરણોનો લાભ અંદર રહેનારને મળે.

બિન ઉપયોગી બંધિત વૃક્ષોને ક્યારેય પણ ઘર, કારખાનાના દ્વાર પર લગાવશો નહીં.

રસોડું, બોઈલર, ભઠ્ઠી, જનરેટર, ટ્રાન્સફોર્મર અને ઓઈલ એન્જિન કર્મચારીઓના સ્ટાફની કેન્ટીન વગેરેની સ્થાપના અગ્નિ તત્ત્વના કારણે સદાય અગ્નિકોણમાં કરવી.