વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર - Sandesh

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર

 | 2:53 am IST

વાસ્તુ પ્રમાણે શયનકથાનો કારક ગ્રહ મંગળ અને શુક્ર છે. મંગળ પુરુષનો અને શુક્ર મહિલાનો કારક છે અને શયનકક્ષમાં આ બંનેના પ્રયોગનું સ્થાન છે. જો દંપતીમાં કલેશની શરૂઆત થાય જાણવું જોઈએ કે શરૂઆત કોના તરફથી થઈ છે. જો પત્ની તરફથી હોય તો શુક્રમાં ગરબડ હશે અને પતિ તરફથી ક્લેશ થાય તો મંગળ ગરબડ કરતો હશે. તેથી શયનકક્ષમાં મંગળ અને શુક્રની સ્થિતિ બરોબર હોવી જોઈએ. તેથી દાંપત્ય જીવન સુખી થાય છે. જો શુક્ર ગરબડ કરતો હોય તો એને સુધારો. દીવાલો પર આકર્ષક ગુલાબી રંગનું પેઈન્ટ કરાવો. સુંદર ચિત્ર, પેઈન્ટિંગ, પડદા (હળવા-આછા) ગુલાબી રંગના હોવાં જોઈએ. એમાં ખુશ્બૂ હોય, તે ભલે અત્તરની હોય, દેશી ગુલાબ, ચંપા, ચમેલી, બેલા કે રાતરાણીની હોય.

પલંગની ચાદર ગુલાબી, સફેદ રંગની હોવી જોઈએ. ગાદલુ મુલાયમ અને ખુશનુમા હોવું જોઈએ. ધીમુ સંગીત અને આછો પ્રકાશ શયનકક્ષમાં હોય તો કઠોર શબ્દ બોલનારી પત્નીના વહેવારમાં પરિવર્તન આવે છે. રૂમમાં પક્ષીનું ચિત્ર લટકાવી રાખવું જે હંસ-ચકોર વગેરેનું હોય. આવા પંખીના ચિત્રોથી તણાવ ઓછો થાય છે. જો પતિનો મંગળ ગરબડ કરતો હોય તો નીચે પ્રમાણેના પ્રયોગો કરો. રૂમમાં લાલ રંગ કરાવો. ટીવી વગેરે ઈલેકટ્રોનિક વસ્તુઓ શયનકક્ષમાં રાખો. ટ્રાન્ઝિસ્ટર (લાલ રંગનો) શયનખંડમાં રાખો. ગાદી તકિયા નરમ બનાવો. દીવાલો પર તાંબાની ધાતુના બનેલા વાસણ અને સજાવટની વસ્તુઓ રાખો. ધાતુની નકશીદાર વસ્તુઓ રાખો. ગુલાબી કે લાલ રંગનો નાઈટ લેમ્પ રાખો. ગરમ દૂધ પીઓ અને પીવડાવો. ઠંડીમાં હીટર વાપરો તથા ઠંડીની ઋતુ પછી તેનો ઉપયોગ ન કરતાં પણ તેને ત્યાં જ રાખતા ગમે તેવા પતિનું મન વશમાં આવી જશે. નવદંપતી કે વિવાહની રજતજયંતી મનાવી ચૂકેલા દંપતી પણ આ પ્રયોગ કરશે તો જાતીય જીવનમાં આવેલી વિસંગતિઓ દૂર થશે. અગ્નિકોણ (દક્ષિણ-પૂર્વમાં) બેડરૂમ બનાવવાની મનાઈ છે. વોટર ફિલ્ટર, પાણીની ટાંકી વગેરેને પૂર્વાત્તર (ઈશાનમાં) રાખવાથી રાહતનો અનુભવ થશે.

અતિથિ કક્ષનો કારકગ્રહ શુક્ર છે. અતિથિ રૂમમાં કે ડ્રોઈંગ રૂમમાં બે પ્રકારની સજાવટ થાય છે. ગાદી બિછાવી એની પર ગોળ તકિયો લગાવામાં આવે છે અથવા સોફાસેટ જેવું ફર્નિચર લગાવવામાં આવે છે. જો પરંપરાગત રીતે ગાદી બિછાવવાની હોય તો ગોળ તકિયો સદાય દક્ષિણ કે પશ્ચિમમાં લગાવવો જોઈએ અને જો ફર્નિચર હોય તો એને દક્ષિણ કે પશ્ચિમમાં વ્યવસ્થિત કરવું જોઈએ તથા ઉત્તર પૂર્વમાં ખાલી જગ્યા છોડવી જોઈએ. એનાથી આૃર્યકારક લાભ થશે. લાલ કિતાબમાં શરીરમાં માથાની સ્થિતિ ઉત્તરમાં તથા પગની સ્થિતિ દક્ષિણમાં માનવામાં આવી છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં એક જેવા બે ધ્રુવોને પાસે લાવવાથી એનામાં વિકર્ષણ થાય છે. જ્યારે વિપરીત ધ્રુવોને પાસે લાવતાં આકર્ષણ થાય છે. તેથી ઉત્તરની તરફ માથું નાંખીને સુવાથી અનિદ્રા, માનસિક તણાવ, અપચો વગેરે થાય છે. ઉત્તરની તરફ પગ રાખીને સૂઈ જવું યોગ્ય માનવામાં આવ્યું છે. કારણ કે દક્ષિણની તરફ માથું કરવાના કારણે પૃથ્વી અને માનવ ધ્રુવોમાં આકર્ષણ પેદા થાય છે. એવી સ્થિતિ (પરમ નિદ્રા) મૃત્યુની છે. દીર્ઘાયુ હોવા માટે પણ આ સ્થિતિ હોવી જોઈએ.

રસોઈઘરનું મહત્ત્વ સૌથી વધુ છે. અહીં માત્ર ભોજન રાંધવાના અર્થ ઉપરાંત અન્નના રૂપમાં પ્રાણ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. તેથી રસોઈ સદાય અગ્નિ અથવા દક્ષિણના પૂર્વ દિશામાં થવી જોઈએ. જો એવી સ્થિતિ શક્ય ન બને તો ઓછામાં ઓછું બર્નર (ગેસનું) દક્ષિણ પૂર્વમાં અવશ્ય હોવું જોઈએ. ગરમીમાં ઘણીવાર શોર્ટ સર્કિટથી આગ લાગવાનો સંભવ હોય છે. તેથી જો વીજળીની મેઈન સ્વિચ આગ્નેય કોણમાં હોય તો આવી ઘટનાઓથી બચી શકાય છે.

લાલ કિતાબના અન્ય સિદ્ધાંતો પ્રમાણે રસોડું દક્ષિણ (અગ્નિ)કોણમાં હોવું જરૂરી છે. અન્ય દિશાઓમાં આવેલા રસોડામાં બનેલી રસોઈ ખાનાર પર સ્વાસ્થ્યની ગડબડ રહેશે. ગૃહિણી પણ તણાવમાં રહેશે. ગેસના બાટલાને ભોંયતળિયે રાખવો જરૂરી છે. જો બનાવેલા ઘરમાં રસોડું અગ્નિકોણમાં ન હોય તો ઓછામાં ઓછું ગેસની સઘડી (બર્નર) વગેરેને સરકાવીને દક્ષિણ પૂર્વની દિશાની અંદર રાખવું. બની શકે તો રસોડાનો દરવાજો પશ્ચિમ અથવા દક્ષિણની દીવાલમાં હોય તો ઠીક છે. પાણીની ટાંકી, વોટર ફિલ્ટર રસોડામાં ઉત્તર કે દક્ષિણમાં રાખો. પોતાનો જમણો હાથ હોય ત્યાં મસાલાનો ડબ્બો અને ડાબા હાથે રસોઈનાં વાસણ ધોવાની વ્યવસ્થા કરવી. ધ્યાન એ રાખવું કે વાસણ ધોવાના સ્ટેન્ડ પાસે બે દીવાલો મળતી ન હોય, નહીં તો દીવાલો માટે એ હાનિકારક સાબિત થશે. ગેસના બર્નર તરફ મોં રાખી ઊભા રહો ત્યારે પંખો જમણી દીવાલ પર છ ફૂટ ઊંચે લગાવો તથા રસોડમાં સ્ટોર રૂમ ન બનાવો. અર્થાત્ અનાજ-ચોખા-તેલ-ઘી-ઘઉં વગેરે ખૂબ માત્રામાં ન રાખો. જો ઉપર મુજબના ઉપાયો કરશો તો રસોડાની ઉપયોગિતાની આપને ખાવાના સ્વાદથી જ ખબર પડી જશે.

જો દક્ષિણ દિશાની રસોઈમાં બનેલ ખાવાનું ખાવાથી રસોઈનો સ્વાદ ખૂબ તીખો લાગશે. પૂર્વ દિશામાં ભોજન બનાવવાથી લોહીનું દબાણ અને ડાયાબિટીસની બીમારી થવાની સંભાવના રહે છે. ઉત્તર દિશામાં રસોઈ થવાથી એનો ખાવાનો સ્વાદ મીઠો અને ઉત્તર પિૃમી કોણમાં રાંધતા રસોઈનો સ્વાદ ફિક્કો લાગે છે. ઈશાનકોણમાં રસોઈ થવાના કારણે ભૂખ ઓછી લાગશે અને ભોજનનો સ્વાદ કડવો લાગશે. જો રસોઈ અગ્નિકોણમાં ઔ(દક્ષિણ પૂર્વ)માં હોય તો પૂર્વની તરફ મોં રાખીને રાંધવું જોઈએ. જો રસોડું ઉત્તર-પશ્ચિમમાં હોય તો ઉત્તરની તરફ મોં રાખીને રસોઈ બનાવવી જોઈએ. ઉત્તરની દિશામાં રસોડું અને પૂર્વની દિશામાં દરવાજો બંધ થવા પર પણ અડચણ આવશે. માત્ર રસોઈની દિશા દક્ષિણ પૂર્વ કરીને સુધારવી તથા પૂર્વનો દરવાજો ખુલ્લો રાખવો અને દક્ષિણનો દરવાજો બંધ કરી દેવો.

[email protected]