વાસ્તુના શુભ તત્ત્વથી વ્યાપારમાં વધારો! - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • વાસ્તુના શુભ તત્ત્વથી વ્યાપારમાં વધારો!

વાસ્તુના શુભ તત્ત્વથી વ્યાપારમાં વધારો!

 | 1:39 am IST

વિશ્વમાં મંદીનું મોજું હોય ત્યારે ડરવાનું ન હોય, પરંતુ આવા સમયે વાસ્તુનો સહારો લઈને પરિસ્થિતિઓને પોતાને અનુકૂળ કરી શકાય છે.

વ્યાપારિક પરિસરોના સંચાલનમાં એમની ઉન્નતિ અને પ્રગતિ માટે વાસ્તુની ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. વ્યાવસાયિક કાર્યો માટે જે ભવનો બનાવવામાં આવે છે એને વાસ્તુના નિયમ પ્રમાણે બનાવવા જોઈએ. એના લીધે વહેપાર-ધંધાને આશા અનુરૂપ સફળતા મળે. વહેપાર-ધંધા માટે દુકાનો, શો-રૂમ, કાર્યાલય અને કારખાનાનું નિર્માણ કરવામાં આવે છે એનો નિર્માણ હેતુ ઉપર્યુક્ત સ્થાનનું હોવું જરૂરી છે. વાસ્તુ દ્વારા દર્શાવવામાં આવેલા નિયમોને વધારીને વહેપારની, ધંધાની પ્રગતિ કરી શકાય છે. કાર્યાલયમાં પણ પરિવર્તન કરીને એનો વિસ્તાર કરી શકાય છે.

આજનો યુગ ઔધોગિક વિકાસનો યુગ છે. આજે વિજ્ઞાાને ઘણી પ્રગતિ કરી છે અને રોજ નવી નવી શોધો થતી રહે છે. રોજ નવી નવી મશીનરીઓ બજારમાં આવતી રહે છે. જેનાથી ઉચ્ચ ગુણવત્તાવાળો માલ બજારમાં ઠલવાતો જાય છે તો પછી એવું કયું કારણ છે કે ઘણા-ઔધોગિક એકમો પૂર્ણ રીતે સફળતા મેળવી શક્તા નથી? આશા અનુરૂપ નફો મેળવી શક્તા નથી? રોજ નવી નવી સમસ્યાઓ સાથે ઝઝૂમવું પડે છે. ક્યારેક મશીનોનું મેઈન્ટેનન્સ તો ક્યારેક બીજી પરેશાની આવી પડે છે. આવું કેમ? એની પાછળ વાસ્તુદોષ હોવાનું મનાય છે. આવા એકમોથી માત્ર માલિક જ હેરાન થાય છે એવું નથી એની સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ ઉપર પણ આની અસર પડે છે. એની અસર આખરે જીવનમાં પણ આવી જાય છે.

તેથી ઔધોગિક પરિસરોનું નિર્માણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઉચિત ઢંગથી થવું જોઈએ. એનાથી ઉદ્યોગ સતત લાભ અને પ્રગતિ કરતો રહેશે અને આવનારી મુશ્કેલીઓમાં ઘટાડો થશે. કારખાનાં, ઔધોગિક એકમોમાં નિર્માણ સમયે નીચેની વિવિધ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.

કારખાનાં માટેની માટી ચીકણી-જીવંત હોવી જોઈએ. ભૂખંડમાં શલ્યદોષ હોવો ન જોઈએ. ભૂખંડની આસપાસ કબ્રસ્તાન ન હોવું જોઈએ.

ભૂમિનો ઢાળ દક્ષિણથી ઉત્તર અને પશ્ચિમથી પૂર્વ હોવો જોઈએ.

ફેકટરી માટે ભૂખંડનો આકાર વર્ગાકાર, આયાતકાર કે ચોરસ ઉત્તમ છે. એ ઉપરાંત ગોળાકાર, અષ્ટ ભુજાકાર, ષષ્ટભુજાકાર કે સિંહમુખી ભૂમિ પર નિર્માણ કરી શકાય છે.

ભૂખંડની ચારે તરફ માર્ગનું હોવું શુભ છે, પરંતુ એની પર વેધ ના હોવો જોઈએ. બંને બાજુ માર્ગ હોવો મધ્યમ અને માત્ર પશ્ચિમ કે દક્ષિણમાં હોવો સાધારણ છે.

ભૂખંડમાં ઈશાનના સિવાય ક્યાંય વિસ્તાર હોય કે અગ્નિ અને વાયવ્ય ઉપરાંત ક્યાંય કટાવ હોય તો એમાં જરૂરી સંશોધન (પરિવર્તન) કરી લેવું જોઈએ.

આસપાસનું વહેતું પાણી ફેકટરીના ભૂખંડ પર આવવું ન જોઈએ. ભૂખંડના પૂર્વ, ઉત્તર અને ઈશાનમાં નદી, સરોવર, તળાવ, કૂવો શુભ મનાય છે.

ભૂખંડની દક્ષિણ, પશ્ચિમ અને નૈઋત્યમાં ઊંચો ટેકરો, પહાડી ખડકો અને ઊંચા વૃક્ષો શુભ મનાય છે.

કારખાનાનું મુખ્ય દ્વાર પૂર્વ, ઉત્તર કે ઈશાનમાં શ્રેષ્ઠ મનાય છે. અગ્નિ, વાયવ્ય અને નૈઋત્યમાં મનાઈ છે.

કારખાનાનું મુખ્ય ભવન કે વર્કશોપ ભૂખંડની દક્ષિણી પશ્ચિમ ભાગમાં એ પ્રકારે બનાવવું કે પૂર્વ અને ઉત્તરનો તરફ ભાગ ખૂબ ખાલી રહે.

ભૂખંડનો મધ્ય ભાગ બ્રહ્મ સ્થાન ખાલી રહેવો જોઈએ.

કારખાનાનું ભવન જો બે કે ત્રણ ખંડોમાં અંગ્રેજીના એકલ કે યુ આકારમાં બનાવવું હોય તો ઉત્તર અથવા પૂર્વમાં ખુલ્લું સ્થાન છોડવું જોઈએ.

કારખાનામાં કૂવો, તળાવ, ભૂમિ ગત ટાંકી પૂર્વ કે ઉત્તરમાં અને ઓવરહેડ ટાંકી પશ્ચિમમાં નૈઋત્ય કે વાયવ્યની તરફ બનાવવી જોઈએ.

કારખાનામાં ઊર્જાના ઉપકરણ ફરનેસ, બોયલર, જનરેટર, ટ્રાન્સફોર્મર વગેરે અગ્નેય ક્ષેત્રમાં લગાવા જોઈએ.

મશીનોને ઠીકઠાક કરવા માટે વર્કશોપનું નિર્માણ પશ્ચિમ, પૂર્વ કે અગ્નિ ખૂણામાં કરી શકાય છે.

કારખાનામાં કાચા માલનું ગોડાઉન નૈઋત્યમાં અને તૈયાર માલનું ગોડાઉન વાયવ્યમાં બનાવવું શુભ છે.

એસેમ્બલિંગ કે પેકિંગ યુનિયન પૂર્વ કે ઉત્તરમાં બનાવવું જોઈએ.

અનુસંધાન અને વિકાસનું યુનિટ ભૂખંડના ઉત્તર કે પૂર્વમાં બનાવવું જોઈએ.

રાસાયણિક અને અન્ય પરીક્ષણો માટે પ્રયોગશાળા પશ્ચિમમાં સ્થાપવી જોઈએ.

કારખાનાની વ્યવસ્થા માટે વહીવટી ખંડ દક્ષિણ પશ્ચિમમાં હોવો જોઈએ.

કર્મચારીઓના આવાસ પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણમાં સુવિધા પ્રમાણે બનાવવા જોઈએ.

મંદિર, પાર્કિંગ, લોન અને વાટિકા ઈશાનકોણમાં બનાવવા જોઈએ.

અન્ય બાબતોનો વિચાર વાસ્તુના સામાન્ય નિયમો પ્રમાણે કરવો.

દુકાન અને શોરૂમ

વ્યાપારની ગતિવિધિનું મહત્ત્વપૂર્ણ એકમ દુકાન અને શોરૂમ છે. તેથી એના નિર્માણમાં વાસ્તુશાસ્ત્રના નિયમો-સિદ્ધાંતોનો વિચાર કરવો જોઈએ.

દુકાન અને શોરૂમ પૂર્વ અને ઉત્તર દિશામાં હોય તો વહેપારમાં લાભ મળશે.

ઈશાનકોણમાં મંદિર કે ઈષ્ટ દેવનું ચિત્ર કે પીવાનું પાણી રાખી શકો.

અગ્નેય કોણમાં વીજળીનું સ્વિચબોર્ડ, ઈનવર્ટર કે જનરેટર રાખવું જોઈએ.

દુકાનમાં વેચાણ કાઉન્ટર પર ઊભેલ સેલ્સમેનનું મોં પૂર્વ કે ઉત્તરમાં તથા ગ્રાહકનું મોં પશ્ચિમ કે દક્ષિણની તરફ હોવું જોઈએ.

દુકાનના માલિક કે મેનેજરે નૈઋત્ય કોણ કે પશ્ચિમ કોણમાં બેસવું જોઈએ.

કેશબોક્સ પશ્ચિમ કે દક્ષિણની દીવાલના સહારે રાખવું ઉચિત છે.

જો કેશ કાઉન્ટર અલગ બનાવવું હોય તો પિૃમી ભાગ સૌથી ઉપર્યુક્ત રહે છે.

માલિક, મેનેજર કે કેશ કાઉન્ટરના સ્થાન પર બીમ ન હોવું જોઈએ.

દુકાનની અંદર રેક, અલમારિયો, શોકેસ અને કાઉન્ટરને દક્ષિણી અને પિૃમી ભાગમાં બનાવવા જોઈએ.

વેચાણનો સામાન દક્ષિણ, પશ્ચિમ અને વાયવ્યમાં રાખવો જોઈએ.

ઈશાન, અગ્નિ અને વચ્ચેના ભાગને ખાલી રાખવો જોઈએ.

naksha[email protected]