NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • વેટના દરોડા : ૩૦ બોગસ પેઢીના ૧,૩૦૦ કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા

વેટના દરોડા : ૩૦ બોગસ પેઢીના ૧,૩૦૦ કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા

 | 8:31 am IST

વેટ વિભાગ અમદાવાદમાં જુદા જુદા વિસ્તારોમાં બોગસ પેઢીઓ ખોલીને વેટના નંબર લઇને ૧૩૦૦ કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો કરતા માસ્ટર માઇન્ડને રહેઠાણે દરેાડા પાડીને બેન્કોમાં જમા થયેલી રકમની સ્લીપો, પેઢીઓના લેટરપેડ, સિક્કા-રબ્બર સ્ટેમ્પ, જુદી જુદી વ્યક્તિઓના પાસપોર્ટ સાઇઝના ફોટા, કલર પ્રિન્ટર કમ સ્કેનર, હિસાબી ચિઠ્ઠીઓ જપ્ત કરી છે.

વેટ વિભાગે જીએસટી આવે તે પહેલા બોગસ કંપનીઓના બંધ કરીને તેમની કાયદેસ,રની કાર્યવાહી કરવાના ભાગરૂપે અગાઉ માસ્ટર માઇન્ડ અને બોગસ પેઢીઓ ઓપરેટ કરતા આસિફ ફારૂકી અને જીગ્નેશ મહેતાની ધરપકડ કરી હતી.જેની તપાસ ચાલુ રખાતા ચાંદલાડિયામાં રહેતા રાહુલ ગુપ્તાને રહેઠાણે દરોડા પાડયા હતા. દરેાડામાં વાધાજનક સાહિત્ય મળી આવ્યુ હતુ.રાહુલ ગુપ્તાએ જુદી જુદી વ્યક્તિઓના નામે પેઢીઓ ઉભી કરીને વેટના નંબર મેળવી લીધા હતા. વેટ નંબર મેળવીને ખરીદ વેચાણના ખોટા બીલો બનાવીને રૃા.૭૩૨ કરોડના વ્યવહારો કર્યા હતા જેમાં ૩૮ કરોડની ચોરી કરી છે. જ્યારે લાસ્કન એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢી ખોલીને ફોર્મ-૪૦૨ થકી નવા નિકોલમાં રહેતા વ્રજલાલ ગોરધનભાઈ ત્રામબડિયાના એડિબલ ઓઇલના ૫૯ કરોડના વ્યવહારો કર્યા છે જેમાં ૨.૮ કરોડની વેટ ચોરી થઇ છે. વેટ વિભાગે વ્રજલાલના રહેઠાણે પણ દરોડા પાડયા છે.  જ્યારે નવા નિકોલમાં રહેતા તેજસ રમેશભાઇ પટેલ દ્રારા જય મહાવીર એગ્રો પ્રોડક્ટ પેઢી ખોલીને મોટાપાયે બોગસ બીલીગ કર્યુ હતુ. સન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના વિક્રમ લાડુલાલ બહેડિયાની સંડોવણી બહાર આવતા ૫૧૨ કરોડના વ્યવહારો મળ્યા છે.વિક્રમ બહેડિયાએ ૧૨ પેઢીઓ ખેાલી છે.

રાહુલ ગુપ્તાએ બોગસ પેઢીઓ ખોલી

ઓમકાર ઇન્ડસ્ટ્રીઝ,ગુજરાત એન્ટરપ્રાઇઝ,મેક્સ ઇમ્પેક્સ,પર્લ ટ્રેડ લીંક,ઓનેક્સ એન્ટરપ્રાઇઝ,લાસ્કોન એન્ટરપ્રાઇઝ,ઉર્જા સેલ્સ કોર્પારેશન, ઓનોન એક્ઝીમ એન્ટરપ્રાઇઝ, નંદિની એન્ટરપ્રાઇઝ,શીવ ટ્રેડર્સ,પ્રાચી એન્ટરપ્રાઇઝ, નિલકંઠ એન્જિનિયરિંગ,ગોકુલ ટ્રેડલીંક,મહાવીર ટ્રેડીગ કોર્પારેશન,ર્હિષતા એન્ટરપ્રાઇઝ.

વિક્રમ બહેડિયાએ કેટલી પેઢીઓ ખોલી

સનફોર્જ ઇન્ટરનેશનલ પ્રા,લિ.,નવકાર સેલ્સ કોર્પારેશન,કામધેનુ એન્ટરપ્રાઇઝ,વૃતિકા જેમ્સ એન્ડ જવેલર્સ,નિહાલ ઇમ્પેક્ષ,એરિસ્ટો પાઇપ એન્ડ ફિટીગ્સ,ધૃવ જવેલર્સ,મોનો લિથિક રિફેકટરીઝ સ્પેસીયાલિસ્ટ,કનૈયા એન્ટરપ્રાઇઝ,સોમાકેર ઇન્ટરલીંક એલ.એલ.પી. તોરલ જવેલ્રસ,શ્રી ઇન્ટરનેશનલ.