'વાટીદાળના ખમણ' ખાવાની આવે છે જોરદાર મજા, બનાવો આ રીતે ઘરે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Lifestyle
  • ‘વાટીદાળના ખમણ’ ખાવાની આવે છે જોરદાર મજા, બનાવો આ રીતે ઘરે

‘વાટીદાળના ખમણ’ ખાવાની આવે છે જોરદાર મજા, બનાવો આ રીતે ઘરે

 | 7:53 pm IST
  • Share

સામગ્રી
એક કપ ચણાની દાળ
એક ટીસ્પૂન લીંબુનો રસ
બે ટેબલસ્પૂન દહીં
એક ટેબલસ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
એક ટીસ્પૂન ઈનો
ચપટી હળદર
એક ટીસ્પૂન તેલ
એક કપ પાણી
મીઠું સ્વાદાનુસાર

વઘાર માટે
એક ટેબલ સ્પૂન તેલ
ચપટી હિંગ
અડધી ટીસ્પૂન રાઈ
પાંચ નંગ લીલા મરચાં સમારેલા
બે ટેબલસ્પૂન કોથમીર સમારેલી

રીત

  • સૌ પ્રથમ ચણાની દાળને ધોઈને છથી સાત કલાક માટે પલાળી રાખો.
  • ત્યારબાદ તેમાંથી રાતનું પાણી નીકાળીને એક કપ નવું પાણી ઉમેરીને પીસી લો.
  • હવે આ ચણાની દાળની પેસ્ટમાં લીંબુનો રસ, દહીં અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરો.
  • પછી આ પેસ્ટને પાંચથી છ કલાક માટે ઢાંકીને મૂકી રાખો.
  • ત્યારબાદ તેમાં આદુ-મરચાંની પેસ્ટ નાખીને બરાબર મિક્ષ કરી લો.
  • હવે એક પ્લેટને ગ્રીસ કરી લો.
  • ત્યારબાદ ઢોકળિયામાં બેથી ત્રણ ગ્લાસ પાણી ઉમેરીને ઉકળવા માટે મૂકો.
  • હવે ખમણ બાફવા માટે મુકતા પહેલા તેમાં ઈનો નાખીને બરાબર મિક્ષ કરીને થોડીવાર માટે એકબાજુ મૂકી રાખો.
    ખમણનું ખીરૂં ફૂલીને ડબલ થાય તેની રાહ જુઓ.
  • ત્યારબાદ ગ્રીસ કરેલી ડિશમાં તૈયાર કરેલું ખીરૂં પાથરીને તેને બાફવા માટે મૂકો.
  • હવે બાફેલા ખમણની ડિશને બહાર કાઢીને થોડી ઠંડી થાય એટલે તેને કટ કરી લો.
  • પછી એક ચમચી જેટલું તેલ ગરમ કરો અને તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં લીલા મરચાં નાખીને લગભગ અડધી મિનિટ માટે સાંતળો.
  • ત્યારબાદ આ વઘારને ખમણ પર નાખી દો.
  • છેલ્લે વાટી દાળના ખમણ પર કોથમીર અને નારિયેળનું છીણ નાખીને સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન